માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે લક્ષ્મણ છોડ, ઘરમાં આ દિશામાં લગાવો.
એવા ઘણા લોકો હોય છે જેમને ઘરમાં ફૂલ છોડ લગાવવા માટેનો ખૂબ શોખ હોય છે. વાસ્તુ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ અમુક છોડને ઘરના આંગણમાં લગાવવા શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેમાં દૈવી શક્તિ હાજર હોય છે, જેના લીધે ઘરમાં એક સકારાત્મક ઉર્જા બની રહે છે.
તમે પણ તમારા ઘરમાં ઘણા છોડ લગાવ્યા હશે અને ઘણા ઘરમાં જોયા હશે. પણ આજે અમે તમને એક એવા ખાસ છોડ વિષે જણાવી રહ્યા છે જે લગાવવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે.
‘લક્ષ્મણ’ એક એવો છોડ છે જેને ઘરમાં લગાવવાથી પૈસા સાથે જોડાયેલ બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેના કરણએ આ છોડ ધનની દેવી માતા લક્ષ્મીને ખૂબ પ્રસન્ન કરી શકાય છે. ધાર્મિક માન્યતા અનુસાર લક્ષ્મણ છોડ અને માતા લક્ષ્મીને ખાસ સંબંધ છે. આણે ઘરમાં લગાવવાથી ધનની પ્રાપ્તિના યોગ બને છે. ક્યારેય પણ પૈસાની કોઈ કમી થતી નથી.
લક્ષ્મણ છોડ ઘરની નકારાત્મક ઉર્જા પૂરી કરી નાખે છે. આ ઘરમાં પોઝિટિવ એનર્જી લેવલ વધારે છે. તમે પણ જાણો જ છો કે જે ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે હોય છે ત્યાં હમેશાં માતા લક્ષ્મી નિવાસ કરે છે.
એવામાં તેનાથી ઘરમાં બરકત તો વધે જ છે સાથે બીજા દુખ અને દર્દ પણ દૂર થઈ જાય છે. નેગેટિવ ઉર્જા નષ્ટ થવાથી ઘરમાં બીમારી અને રોગ પણ આવતા નથી. ખરાબ શક્તિઓ પણ દૂર રહે છે.
લક્ષ્મણ છોડ વેલ જેવો હોય છે. તેના પત્તા પીપળાના પાન જેવા હોય છે. આયુર્વેદમાં આ છોડનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ઘણા લોકો આને ‘લક્ષ્મણ બુટી’ના નામથી પણ ઓળખે છે. માન્યતા છે કે આ છોડ પોતાની તરફ ધનને આકર્ષિત કરે છે.
તેને લગાવવાથી આર્થિક સમસ્યા આવતી નથી. ઘરમાં આવક વધે છે. તમને જણાવી દઈએ કે આ છોડ પૂર્વ અથવા પૂર્વ ઉત્તર દિશામાં લગાવી શકો છો. ઉત્તર દિશાને ધનની કારક દિશા માનવામાં આવે છે. આમ કરવાથી વધારે પૈસા ખર્ચ કરવાથી પણ બચી શકો છો.