ગમે તેવું થાકેલું શરીર હશે આ વસ્તુનો એક ટુકડો ખાઈ લેશો તો આવી જશે તુરંત સ્ફૂર્તિ.
આખો દિવસ દોડધામમાં જાય, કોઈ પ્રસંગ કે તહેવારમાં હાજરી આપી હોય, મુસાફરી કરી હોય કે પછી ઘરમાં વધારાનું કામ કાજ કર્યું હોય થાક સૌથી વધારે લાગે છે. જ્યારે શરીર થાકી જાય છે ત્યારે વ્યક્તિ બધું જ કામ પડતું મૂકી ને પણ આરામ કરી લે છે. જોકે આ રીતે કરેલા આરામ પછી પણ શરીરમાં સ્ફૂર્તિ જણાતી નથી.
ઘણી વખત કામના કારણે હાથ કે પગમાં દુખાવો પણ રહે છે. ત્યારે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે એનર્જી નો ખજાનો છે. આ વસ્તુ નો એક ટુકડો તમે ખાઈ લેશો તો તમારા શરીરમાં કરંટની જેમ સ્ફૂર્તિ આવી જશે.
શરીરમાંથી અશક્તિને દૂર કરીને સ્ફૂર્તિ ભરી દેતી વસ્તુ છે ગોળ. જી હા દેશી ગોળ નો એક ટુકડો ખાઈને તમે જાતે જ અનુભવ કરી લો કે ગોળ તમારા શરીરને ઉર્જા થી ભરી દે છે અને નબળાઈ પણ દૂર કરે છે.
જ્યારે પણ શરીરને થાક વધારે લાગતો હોય ત્યારે આ ઉપાય કરીને થાક ઉતારી શકાય છે. જ્યારે પણ તમારું શરીર થાક અનુભવતું હોય અને આરામ કરવાની ઈચ્છા થતી હોય તો બોર્ડ નો એક ટુકડો ખાઇ લેવો. બે જ મિનિટમાં તમારો થાક ઉતરી જશે. આ ઉપાય ખાસ કરીને વૃદ્ધો માટે રામબાણ છે. જેમને શરીરમાં અશક્તિ લાગતી હોય કે નબળાઈ રહેતી હોય તો તેમણે ગોળનું એક ટુકડો અચૂક ખાવો.
જ્યારે પણ તમે થાકીને બહારથી આવો ત્યારે આ પ્રયોગ એકવાર કરી જુઓ. બહારથી આવો એટલે એક નાનો ટુકડો ગોળનો ખાય તેના ઉપર હૂંફાળું પાણી પી લેવું. બે જ મિનિટમાં તમારો થાક દૂર થઇ જશે અને તમે શરીરમાં સ્ફૂર્તિ અનુભવશો. ગોળ અને ગરમ પાણી પીવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.
ગોળ એનર્જીથી ભરપૂર વસ્તુ છે જે શરીરમાં જાય છે કે તુરંત જ ઉર્જાનો સંચાર કરે છે. જે લોકોને શરીરમાં હિમોગ્લોબીન ઓછું હોય તેણે પણ ગોળનું સેવન નિયમિત કરવું જોઈએ તેનાથી લોહી ની ઉણપ રહેતી નથી.
આ સિવાય જમ્યા પછી ખોરાકના પાચનમાં સમસ્યા થતી હોય કે પેટના વિકારો સતાવતા હોય ત્યારે પણ ભોજનની સાથે એક ટુકડો ગોળ અચૂક ખાઇ લેવો. આમ તો ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી જ બને છે પરંતુ ખાંડ રાસાયણિક પ્રક્રિયા માંથી તૈયાર થાય છે જ્યારે ગોળ માં કુદરતી મીઠાશ હોય છે. ગોળ માં કોઈપણ પ્રકારના હાનિકારક રાસાયણિક તત્વો હોતા નથી એટલે જ તે શક્તિનો ખજાનો છે અને તેનું સેવન કરવાથી આડઅસરને બદલે લાભ થાય છે.
જે લોકોને એસિડિટી અને ગેસ્ટ્રિકની સમસ્યા રહેતી હોય તેમણે જમ્યા પછી નાનો ટુકડો ગોળનો ખાઇ લેવો જોઈએ. આ રીતે ગોળ ખાવાથી ખાધેલો ખોરાક ઝડપથી પચે છે અને એસિડિટી થતી નથી.
જે લોકોને કબજિયાત રહેતી હોય અને વારંવાર ટોયલેટ જવા છતાં પણ મળ ઉતરતો ન હોય તેમણે રાત્રે સુતા પહેલા ગોળનો ટુકડો ખાઈને હુંફાળું પાણી પીવું જોઈએ આમ કરવાથી સવારે પેટ સાફ આવી જાય છે.
જે લોકોને કફ રહેતો હોય અને ઉધરસ મટી ન હોય તેમને રાત્રે સૂતી વખતે એક ટુકડો ગોળ અને એક ચમચી અજમો ચાવીને ખાઈ જવા અને ઉપર એક કપ ગરમ પાણી પીવું. આ ઉપાય બે કે ત્રણ દિવસ કરશો તો તમને ઉધરસ મટી જશે.
ત્વચા નિસ્તેજ થઈ ગઈ હોય અને શરીરમાં લોહીની ઉણપ હોય ત્યારે ગોળ અને ચણા નું સેવન કરવાથી શરીરમાં આયર્ન વધે છે અને હિમોગ્લોબિન ની ખામી દૂર થાય છે.
શરીરમાં દુખાવો કે કળતર મટતા ન હોય તો હરડેના ચૂર્ણમાં ઘી અને ગોળ મેળવીને ખાવું.