અહી શીખી લો દમદાર પાસવર્ડ રાખવાની ટિપ્સ, ભલભલા હેકર્સ પણ તેને હેક નહિ કરી શકે

આપણા પર્સનલ એકાઉન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ફોનમાં પણ પાસવર્ડ હોય છે. પાસવર્ડ યાદ રાખવા બહુ જ મુશ્કેલ હોય છે, પણ તે તેટલા જ જરૂરી હોય છે. આજે આપણે બધી જ જગ્યાઓ પર પાસવર્ડનો ઉપયોગ કરીએ છીએ. પછી તે ફોન હોય, ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ હોય. પરંતુ દરેકને પાસવર્ડ લીક થવાનો ડર લાગતો હોય છે. આજે અમે તમને મજબૂત પાસવર્ડ વિશે બતાવીશું, આ દમદાર પાસવર્ડને દુનિયાનો કોઈ પણ હેકર હેક નહિ કરી શકે.

આ છે દમદાર પાસવર્ડ

– સારો પાસવર્ડ ત્યારે બને છે, જ્યારે તમે અલગ-અલગ શબ્દોના શરૂઆતના અક્ષરને મિક્સ કરીને પાસવર્ડ બનાવો છો. જેમ કે, android + goat + sweat ને મિક્સ કરો, તો andogoeat બને છે, જે એક મજબૂત પાસવર્ડ છે.

– શબ્દોને નંબરની સાથે મિક્સ કરીને મજબૂત પાસવર્ડ બનાવી શકાય છે. પરંતુ તેમાં તમારા જન્મતારીખનો નંબર ક્યારેય ન લેવો.

– શબ્દોને નંબર અને સિમ્બોલ સાથે બદલી શકો છો. જેમ કે, P@ssw0rd. તેમાં a ને @ સાથે બદલી દેવાયો છે. આ રીતે તમે મજબૂત પાસવર્ડ બનાવી શકો છો.

– નંબર અને શબ્દોને મિક્સ કરીને પણ પાસવર્ડ બનાવી શકો છો. જેમ કે Pass3203dSti. તેમાં શબ્દોને નાના અને મોટા અક્ષરોની સાથે નંબરને મિક્સ કરીને બનાવવામાં આવ્યો છે. નંબર, સિમ્બોલ અને શબ્દોને મિક્સ કરીને પણ તમે પાસવર્ડ બનાવી શકો છો. જેમ કે, Pass429#72R%14GL

આવા પાસવર્ડ જરા પણ ન રાખો

– આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર છે 123456 પાસવર્ડ. ખરાબ પાસવર્ડના લિસ્ટમાં આ જ પાસવર્ડ સૌથી પહેલા નંબર પર હતો.

– આસાનીથી હેક થાય તેવો બીજા નંબરનો પાસવર્ડ છે password શબ્દ. વર્ષ 2017માં લોકો પાસવર્ડના રૂપમાં ખુદ password શબ્દનો ઉપયોગ કરતા હતા.

– હેકર્સ માટે સૌથી આસાન અને સુવિધાજનક પાસવર્ડ છે 12345678. ગત વર્ષે આ પાસવર્ડ લિસ્ટમાં ચોથા નંબર પર હતો, પરંતુ હવે ત્રીજા નંબર પર આવી ગયો છે.

– આ લિસ્ટમાં એક નવો પાસવર્ડ પણ સામેલ થયો છે. જે letmein છે. તેને પણ સૌથી ખતરનાક પાસવર્ડના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.

– અત્યાર સુધી તમે football નામ માત્ર ખેલમાં જ સાંભળ્યુ હશે, પરંતુ હવે લોકો તેને પાસવર્ડમાં પણ રાખવા લાગ્યા છે. football પાસવર્ડ પણ ખતરાના લિસ્ટની ઘંટી છે, જેને તરત બદલી દેવો જોઈએ.

– લિસ્ટમાં સૌથી ખરાબ પાસવર્ડ iloveyouને માનવામાં આવ્યો છે. આ પાસવર્ડ લિસ્ટમાં 10મા નંબર પર આવ્યો છે. તમને બતાવી દઈએ કે તે લિસ્ટમાં પહેલીવાર સામેલ થયો છે.

દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.

error: Content is protected !!
Exit mobile version