અમૂલ બટર : બહાર પેકેટમાં આવે છે તેના કરતાં પણ વધુ ટેસ્ટી અને સ્મૂધ બટર હવે બનશે તમારા રસોડે.
અમૂલ બટર:-
ફ્રેશ અને સસ્તુ અમૂલ બટર જેવું જ બટર ફક્ત 5 જ મિનિટ માં ઘરે બનાવો..
1. કેમ છો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું બહાર મળે છે તેવું જ અમૂલ બટર ની રેસીપી.
2. તો મિત્રો બધાને ઘરે બટર બનતું જ હોય છે પણ અમૂલ બટર જેવું જ પરફેક્ટ બટર ઘરે કેવી રીતે બનાવવું તે જોઈશું.
3. તો આ બટર બજાર કરતાં ફ્રેશ અને ખૂબ જ સસ્તુ પણ પડે છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે.
4. તો મિત્રો વિડીયો રેસીપી દ્રારા ચાલો જોઈએ બટર ની રેસીપી
5. રેસીપી પસંદ આવે તો વિડીયો ને લાઈક અને શેર જરૂરથી કરજો અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
6. YouTube Channel:- Prisha Tube
7. સામગ્રી:-
- 8. 4 થી 5 દિવસ ની ફ્રેશ મલાઈ
- 9. ઠંડું પાણી
- 10. બરફના ટુકડા
- 11. બટર પેપર
રીત:-
12. સ્ટેપ 1:-સૌપ્રથમ એક વાસણમાં 4 થી 5 દિવસ ની ફ્રેશ મલાઈ લો. અને 2 થી 3 કલાક પહેલાં ફ્રીજમાંથી બહાર કાઢી દો.
13. સ્ટેપ 2:- આ મલાઈ ને ચમચો, વ્હીસ્ક કે પછી ઈલેક્ટ્રિક બ્લેન્ડર વડે વિડીયો માં બતાવ્યા પ્રમાણે 5 થી 7 મિનિટ એક જ ડાયરેક્શન માં જ્યાં સુધી બટર ઘટ્ટ ન થાય ત્યાં સુધી ફેટીશું.
14. સ્ટેપ 3:- હવે તેમાં ઠંડું પાણી ઉમેરી લો અને પાણી માં બરાબર મિક્ષ કરી લો અને ફરીથી એક જ ડાયરેક્શન માં ફેટીશું.
15. સ્ટેપ 4:- હવે આ બટરને નિતારીને પાણી ના આવે એ રીતે બીજા વાસણમાં લઈ લો. અને એમાં ઠંડું પાણી અને બરફ નાખીશું જેથી બટરમાં કોઈ સ્મેલ ના આવે અને બટર જાડું થાય.
16. સ્ટેપ 5:- હવે આ બધું જ બટર કાણાંવાળી ચારણીમાં લઈ લો જેથી વધારાનું બધું જ પાણી નીતરી જાય.
18. સ્ટેપ 6:- હવે તેમાં થોડું મીઠું અને કલર અથવા હળદર ઉમેરી લો જેથી બહાર અમૂલ બટર જેવું જ સોફ્ટવેર બટર બને. અને બરાબર મિક્ષ કરી લો. અને સેટ કરવા માટે એક ડબ્બા માં બટર પેપર મૂકો અને એમાં આ બટર લઈ લો અને ઉપર પણ એક બટર પેપર મૂકો અને ઢાંકણ બંદ કરીને ફ્રીજમાં સેટ થવા માટે મૂકો.
19. સ્ટેપ 7:- તો 4 થી 5 કલાક બાદ આ બટર ને છરી વડે સાઈડ ની કીનારને પર ફેરવી લો જેથી બટર સહેલાઈથી બહાર નીકળી જાય તો બહાર જેવું જ અમૂલ બટર રેડી છે.
વિડીયો રેસીપી:
યુટ્યુબ ચેનલ : Prisha Tube
દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.