દાંપત્ય જીવનને બરબાદ કરી દેતી હોય છે પતિ-પત્નીની આ ભૂલો.

મહાન અર્થશાસ્ત્રી, કૂટનિતિજ્ઞ અને વ્યવહારિક જ્ઞાન આપવાવાળા આચાર્ય ચાણક્યએ પતિ-પત્નીની માટે પણ ઘણી કામની વાત કહી છે. આ વાતો ખુશહાલ દાંપત્ય જીવન માટે જરૂરી છે. ચાણક્ય નીતિ અનુસાર જો પતિ પત્ની અમુક ભૂલો કરે છે તો એ તેમના લગ્ન જીવનને બરબાદ કરી શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે પતિ પત્નીએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

ગુસ્સોઃ સુખી દામ્પત્ય જીવન માટે પતિ-પત્નીએ ગુસ્સાથી દૂર રહેવું જરૂરી છે. ગુસ્સામાં ને ગુસ્સામાં વ્યક્તિ પોતાનો સંયમ ગુમાવી બેસે છે અને તે આવી કડવી વાત બોલી કે કામ કરી શકે છે, જે દામ્પત્ય જીવનને બરબાદ કરી શકે છે. ગુસ્સામાં ક્યારેક નાની બાબતો પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે, તેથી ગુસ્સાથી બચો.

અપમાન: પતિ-પત્નીએ ક્યારેય એકબીજાનું અપમાન ન કરવું જોઈએ. ખાસ કરીને અન્ય વ્યક્તિની સામે અપશબ્દો ન બોલો. આમ કરવાથી બીજાની નજરમાં ઈમેજ ખરાબ થાય છે. લોકો તમારી મજાક ઉડાવે છે. તેથી, પતિ-પત્નીના સંબંધોનું સન્માન જાળવો. તેમ જ, બીજાની સામે એકબીજા સાથે આદરપૂર્વક વર્તે.

જૂઠું બોલવુંઃ પતિ-પત્નીએ એકબીજા સાથે ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ. હંમેશા એકબીજા સાથે પ્રમાણિક બનો. નહીંતો એક જુઠ્ઠાણું પતિ-પત્ની વચ્ચે શંકા પેદા કરે છે અને તે તેમના સંબંધોને બરબાદ કરી શકે છે.

કમ્યુનિકેશનનો અભાવઃ પતિ-પત્ની વચ્ચે ક્યારેય વાતચીતનો અભાવ ન હોવો જોઈએ, એટલે કે વાતચીત બંધ કરવી જોઈએ. વાતચીત બંધ કરવાથી સમાધાનનો માર્ગ બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં ગેરસમજ વધે છે, જે થોડા સમય પછી સંબંધોમાં મોટી તિરાડ ઊભી કરે છે.

error: Content is protected !!
Exit mobile version