દર્શન અમાસ – પિતૃઓની આત્માની શાંતિ માટે અને ઘરમાં સુખ અને શાંતિ માટે આ દિવસે કરો ખાસ ઉપાય.
દર મહિનાની કૃષ્ણ પક્ષની છેલ્લી તિથીના દિવસને અમાસ તરીકે ઓળખાય છે. હિન્દુ પૌરાણિક કથાઓ પ્રમાણે અમાસને અમવાસ્યા પણ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન ખરાબ કામ અને નકારાત્મક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આમ કરવાથી તમારી અંદર સુખ અને શાંતિ મળશે. આ દિવસે પૂજા કરવાથી પિતૃઓની આત્માઓને પણ શાંતિ મળે છે. તેમની આત્માની શાંતિમાટે અને માનસિક સંતુષ્ટિ માટે પિતૃ દાન, પિતૃ વિસર્જન અથવા તો પિતૃના નામે દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે.
બધી અમાસમાંથી દર્શન અમાસને ચંદ્ર-સુર્ય કેલેન્ડર પ્રમાણે હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ધાર્મિક વિધિ વિધાન, મંત્રોના જાપ, દેવોની પૂજા, દેવીની પૂજા અને અનુષ્ઠાન કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ દિવસે આકાશમાં ચંદ્ર દેખાતો નથી પણ આ દિવસે ચંદ્રની વિશેષ પૂજા કરવામાં આવે છે. ચંદ્ર દેવને પ્રાણીઓ અને પક્ષીઓના પોષણ દેવતા પણ માનવામાં આવે છે. આ દર્શન અમાસના દિવસે કરવામાં આવતી પૂજા આ જીવોની પણ રક્ષા કરે છે અને તેમના જીવનને સરળ બનાવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે આ અમાસ 31 જાન્યુઆરી 2022ના દિવસે છે.
અમાસના દિવસે પૂજા કરવાથી શું લાભ થશે એ હવે અમે તમને જણાવશું.
1. દેવામાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે પૂજા કરવામાં આવે છે, આ દિવસેપૂજા કરવાથી જો તમને નોકરી મળવામાં બાધા આવી રહી છે તો તમે આ દિવસે પૂજા કરવી જોઈએ. જે વેપારી મિત્રોને કોઈ મુશ્કેલી આવી રહી છે તો જો તેઓ આ દિવસે પૂજા કરે છે તો તમારા વેપારમાં આવેલ દરેક સમસ્યા દૂર થઈ જશે.
2. જો તમે કોઈ કાનૂની કેસમાં ફસાયેલા છો તો તમારે આ દિવસે પિતૃઓને યાદ કરીને પીપળાના વૃક્ષને પાણી ચઢાવવું જોઈએ.
3. જે પણ માતા પિતા કે કોઈ કપલ સંતાન સંબંધિત કોઈ મુશ્કેલી કે પછી તમારું સંતાન કોઈ દર્દ અનુભવી રહ્યું છે તો તમે આ દિવસે પૂજા કરી શકો છો.
આ સાથે તમારે અમાસના દિવસે અહિયાં આપેલ મંત્રનો જાપ પણ કરવો જોઈએ.
पितृ देवो नमो नम:।।
નોંધ : ધર્મની વાતો અનેક લોકો સુધી પહોંચે એ માટે આ એક નાનકડો પ્રયત્ન કર્યો છે. દરરોજ આવી અનેક અવનવી અને જાણવા જેવી વાતો દરરોજ સવારમાં વાંચવા માટે લાઈક કરો અમારું પેજ. ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. જય શ્રીકૃષ્ણ.