આલુ ટિક્કી ચાટ – હવે બાળકો જયારે પણ બહારની ટિક્કી ખાવાની જીદ્દ કરે તો તેમને ઘરે જ બનાવી આપો.
આલુ ટિક્કી ચાટ:
આલુ ટીક્કી ચાટ એ એક ખુબજ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે. જે નાના મોટા બધાને નાસ્તા માટે ખુબજ હોટ ફેવરીટ છે. દરેક સિઝનમાં ખાવું પસંદ પડે તેવું સ્વાદિષ્ટ ફરસાણ છે. નાની નાની પાર્ટીઓ જેવી કે બર્થડે પાર્ટી હોય કે કિટિ પાર્ટી હોય આલુ ટીક્કી ચાટ ચોક્કસથી મિત્રોને ઘરે બનાવીને ખવડાવી શકાય. આ ઉપરાંત રજાના દિવસોમાં નાના મોટા સૌ આવા સ્ટ્રીટ ફુડ ખાવાની મજા લેતા હોય છે.
આલૂ ટિક્કીચાટ બનાવવી ખુબજ સરળ હોવાથી ઘરે પણ બનાવી શકાય છે. ઘરે બનાવાવાથી ક્વોલિટી, કોંટિટિ અને ક્લિઅરનેસ પર્ફેક્ટ રહે છે. હેલ્થ માટે પણ ફાયદાકારક બની રહે છે. ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી બની જતી આલુ ટિક્કી ચાટની રેસિપિ આપી રહી છું, તો જરુરથી ઘરે બનાવીને આ સ્ટ્રીટફુડની રજામાં મજા લેજો. સ્ટ્રીટ ફુડ ખાવા માટે લાઇનમાં ઉભા રહીને રાહ પણ નહી જોવી પડે.
આલુ ટિક્કી ચાટ માટેની સામગ્રી :
- 5 મિડિયમ સાઇઝના બટેટા
- 4 ટેબલ સ્પુન પૌઆ
- ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
- ½ ટી સ્પુન હળદર
- ½ ટી સ્પુન ગરમ મસાલો
- ½ ટી સ્પુન ફુદીના પાવડર
- ½ ટી સ્પુન આમચુર પાવડર
- ઓઇલ જરુરમુજબ- ટીક્કી રોસ્ટ કરવા માટે
- ¼ ટી સ્પુન ચાટ મસાલા
- સોલ્ટ સ્વાદ મુજબ
- 2 ટેબલસ્પુન ઓનિયન (ઓપ્શનલ)
- ½ ટી સ્પુન જિંજર ગાર્લિક પેસ્ટ (ગાર્લિક ઓપ્શનલ)
- 1 ટી સ્પુન લીલા મરચાની પેસ્ટ અથવા બારીક કાપેલા
ચાટ માટે:
- 1 કપ દહિં …. જરુર મુજબ –થોડું સોલ્ટ ઉમેરી શકાય
- 10-12 નાની પુરી
- 2 ટેબલ સ્પુન ગ્રીન ચટણી
- 2 ટેબલ સ્પુન સ્વીટ ચટણી
- 1 ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
- પિન્ચ સોલ્ટ
- 2 -3 ટેબલ સ્પુન ઓનિયન – બારીક કાપેલી
- નાયલોન સેવ – જરુર મુજબ
- 1 ટી સ્પુન શેકેલા જીરાનો પાવડર
- ½ ટી સ્પુન ચાટ મસાલો
- કોથમરી બારીક કાપેલી
ટિક્કી બનાવવાની રીત:
સૌ પ્રથમ બટેટા ધોઇને 4 વ્હિસલ કરી બટેટા બાફી તેની છાલ ઉતારી બાઉલમાં મેશરવડે બટેટા મેશ કરી લ્યો.
હવે તેમાં ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન હળદર ,½ ટી સ્પુન ગરમ મસાલો, ½ ટી સ્પુન ફુદીના પાવડર, ½ ટી સ્પુન આમચુર પાવડર, 2 ટેબલ સ્પુન ઓનિયન, ¼ ટી સ્પુન ચાટ મસાલા, સોલ્ટ સ્વાદ મુજબ, ½ ટી સ્પુન જિંજર ગાર્લિક પેસ્ટ, 1 ટી સ્પુન લીલા મરચાની પેસ્ટ કે બારીક કાપેલા અને બારીક કાપેલી કોથમરી ઉમેરી દ્યો.
હવે 4 ટેબલસ્પુન પૌઆ ધોઇને 5 મિનિટ રેસ્ટ આપી મેશ કરી બટેટાના મીશ્રણમાં ઉમેરો. હવે તેમાં ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર ઉમેરી બધું જરા મસળીને મિક્સ કરી લ્યો. તેમાંથી નાના બોલ્સ બનાવી ઉપરથી પ્રેસ કરી આલુ ટીક્કી બનાવી લો.
નોન સ્ટિક તવામાં જરુર મુજબ ઓઇલ મૂકી ઓઈલથી ગ્રીસ કરી ગરમ થાય એટલે તેમાં ટિક્કીઓ બંને બાજુ ફ્લીપ કરતા જઈ રોસ્ટ કરી લ્યો. ઓઇલ મૂકી ટિક્કી નીચેની બાજુ રોસ્ટ થઇ ગોલ્ડન કલરની થાય એટલે ફ્લીપ કરી દ્યો.
ફરી થોડું ઓઇલ મૂકી બાકીની સાઇડ પણ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી રોસ્ટ કરી લ્યો. હવે રોસ્ટ થયેલી આલુ ટિક્કી પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. બાકીની આલુ ટિક્કી પણ ગોલ્ડન રોસ્ટ કરી લ્યો. હવે સર્વિંગ બાઉલ લઇ તેમાં 2-3 આલુ ટિક્કી મૂકો.
તેના પર ચાટપુરીના પીસ કરી મુકો. તેનાં પર દહિંથી ટોપિંગ કરો. તેના પર સ્વીટ ચટણી અને ગ્રીન ચટણી મુકી થોડી સ્પ્રેડ કરો. હવે તેના પર જરા કાશ્મીરી લાલ મરચુ અને પિંચ સોલ્ટ, ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર જરુર મુજબ સ્પ્રિંકલ કરો.
હવે તેના પર નાયલોન સેવ અને બારીક સમારેલી કોથમરી સ્પ્રિંકલ કરો. ( બારીક સમારેલું લીલુ મરચુ પણ સ્પ્રીંકલ કરી શકો છો). હવે તૈયાર છે સ્ટ્રીટ ફુડ આલુ ટિક્કી ચાટ જે બધાને ખુબજ ભાવશે. મિત્રો મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી ટ્રાય કરજો. રેડી મળે છે તેવી જ બનશે.
સાભાર : શોભના વણપરિયા
યૂટ્યૂબ ચેનલ : Leena’s Recipes (અહીંયા ક્લિક કરો)
દરરોજ અવનવી વાનગીઓ શીખવા અમારું પેજ લાઈક જરૂર કરજો. ફરી મળશું નવી જ એક રેસિપી સાથે.