ગર્લફ્રેન્ડએ કહ્યું કે તુ જાડિયો થઈ ગયો છે. 26 વર્ષના યુવકે 70 કિલો વજન ઘટાડ્યું.
70 કિલો વજન ઘટાડવાવાળા આ યુવકનું નામ નિથ પુવી છે તેની ઉમર 26 વર્ષ છે અને તે લંડનમાં રહે છે. ઇંટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યું હતું કે 2020માં બ્રેકઅપ પછી તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. એ પછી તેણે ઈમોશનલ ઇટિંગ શરૂ કર્યું જેના લીધે તેનું વજન સતત વધતું જ ગયું અને તે 142 કિલો સુધીનું થઈ ગયું. પોતાના રિલેશનના પૂરા થઈ ગયા પછી નિથએ બોડી ટ્રાન્સફર્મેશનનો ગોળ મેળવ્યો અને પોતાનું વજન ઓછું કરી લીધું.
તમને જાણીને નવાઈ લાગશે પણ દર અઠવાડિયે તે લગભગ 32 હજાર રૂપિયાનું જમવાનું ઓનલાઈન મંગાવતો હતો. તેના વધારે ખાવાથી અને ફિઝિકલ એક્ટિવિટીની કમીને લીધે તેની મેન્ટલ હેલ્થને ખરાબ કરી દીધી. તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. બ્રેકઅપ પછી તે સતત ખાયા જ કરતો હતો. તે દરરોજ ખાવાનું ઓર્ડર કરતો હતો અને ઘણા દિવસોથી ભૂખ્યો હોય એમ ખાયા કરતો હતો.
તેણે ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘એકવાર મરી ગર્લફ્રેન્ડએ મને કહ્યું હતું કે મારા શરીરની સાઇઝ ખૂબ વધી ગઈ છે અને હું જાડો થઈ ગયો છું. એ ટેશન માં હું વધારે ખાઈ લેતો હતો અને મારુ વજન પણ વધતું જતું હતું. મારી ગર્લફ્રેન્ડએ ઘણીવાર કહ્યું કે મારે મારી રહેવાની રીત બદલવાની જરૂરત છે પણ હું તેનાથી ખુશ નહોતો. કેમ કે હું ખાવાનો આદિ થઈ ગયો હતો. હું ખાવાનું છોડી શકું એમ નહોતો. બ્રેકઅપ પછીથી મારી એકસ ગર્લફ્રેન્ડ સાથે વાત કરી નહીં. હું સારા બોડી શેપમાં છું અને પોતાને ખૂબ કોનફિડેન્ટ અનુભવું છું.’
તે જણાવે છે કે સૌથી પહેલા મે હોમ વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. તેના માટે કેટલાક ડંબલ, એક બેન્ચ, એક બાર્બલ, રેજીસ્ટેસ બેન્ડ ખરીદ્યું અને ઘરના ગેરેજમાં જ વર્કઆઉટ કરવાની શરૂઆત કરી. એક સકીપીંગ રોપ અને એક સેકન્ડ હેન્ડ બોક્સિંગ પણ ખરીદ્યું હતું અને તેનાથી કસરત કરવા લાગે છે.
મે બહારનું જમવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દીધું અને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનું પણ બંધ કરી દીધું. હું દર અઠવાડિયે દોઢ કલાક કસરત કરવાનું શરૂ કર્યું. 3 મહિનામાં જ મને રિઝલ જોવા મળ્યું. હું અઠવાડિયામાં 5 વાર વેટ ટ્રેનિંગ કરી રહ્યો હતો અને કાર્ડિયો માટે એક સકીપીંગ અને બોક્સિંગ કસરત પણ કરતો હતો.
નિથ જણાવે છે કે, ‘જયા સુધી તમે પોતાનાથી પ્રેમ નહીં કરો તો કોઈ બીજું કેવીરીતે તમને પ્રેમ કરશે. હું ઉદાસ નથી રહેતો અને ખૂબ સારું મહસૂસ કરું છું. હું બધા લોકોને ફિટ રહેવાની સલાહ અવપૂ છું. બધાએ પોતાને ફિટ રાખવા જોઈએ.