વજન ઘટાડવા માંગતા લોકો માટે આ 5 વાતો યાદ રાખવી જોઈએ.

વજન ઘટાડવા માટે હમેશાં ફોલો કરો આ 5 વાતો, વ્યસ્ત હશો તો પણ ઘટશે વજન.

1. ઓવરઇટિંગથી બચો : વધારે પડતાં લોકો વજન ઘટાડવા માટે એક સ્પેશિયલ ડાયટ ફોલો કરતાં હોય છે. પણ વ્યસ્ત શેડ્યૂલમાં ડાયટ પ્લાન ફોલો કરવી બહુ મુશ્કેલ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તમારે ઓવરઇટિંગથી બચવું જોઈએ. આમ કરીને પણ તમે વજન ઘટાડી શકો છો. ઓવરઇટિંગથી ફક્ત તમારું વજન જ વધે છે એવું નથી તે તમને ખૂબ બીમાર પણ કરી શકે છે. ઓવરઇટિંગથી બચીને તમે કેલોરીની માત્રા ઘટાડી શકો છો અને તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળશે.

2. વધારે ફાયબર ખાવું : ફાઈબર આપણાં શરીર માટે ખૂબ જરૂરી હોય છે. તે પાચનક્રિયામાં સુધારો કરે છે, કબજિયાતથી બચાવે છે. આ સાથે જ ફાયબર વજન ઘટાડવા માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. જો તમે ખૂબ વ્યસ્ત રહો છો તો તમારે તમારી ડાયટમાં ફાયબર ઉમેરીને વજન ઘટાડી શકો છો. ફાયબર લેવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે. જલ્દી ભૂખ લાગતી નથી. ફાયબર માટે તમે ડાયટમાં ફળ, શાકભાજી વધારે પ્રમાણમાં લેવાનું રાખો. તેનાથી તમારું પેટ ભરેલું ભરેલું લાગશે જેથી તમે વધારે ખાવાથી બચી શકશો.

3. કોઈપણ જમવાનું મીસ કરશો નહીં : વધારે પડતાં લોકો વજન ઘટાડવાના ચક્કરમાં પોતાનું ખાવા પીવાનું ઓછું કરી દેતા હોય છે અમુક લોકો તો અમુક સમયનું જમવાનું પણ છોડી દેતા હોય છે. સાથે જ જ્યારે એક ટાઈમનું જમવાનું છોડી દેતા હોય છે તો તેનાથી મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે. તેની અસર હોર્મોન્સ પર થાય છે અને તેની અસર ઇન્સ્યુલિન પર પણ પડે છે. નાસ્તો કે પછી બપોરનું જમવાનું છોડ્યા પછી રાત્રે જમો છો ત્યારે ઓવરઇટિંગ થઈ જતું હોય છે. એટલે તમે વજન ઘટાડવાને બદલે વજન વધવા લાગે છે. આમ ધ્યાન રાખો કે દિવસ દરમિયાન કોઈપણ સમયનું જમવાનું કે નાસ્તો મીસ કરશો નહીં.

4. પૂરતી ઊંઘ લેવી : શરીરને સારી રીતે કામ કરવા પર પૂરતી ઊંઘ જરૂરી હોય છે. જો તમે પૂરી ઊંઘ નથી લેતા તો તમારું ઉર્જા લેવલ ઘટી જતી હોય છે. આ પરિસ્થિતિમાં તમારે ગળપણ, વસાયુક્ત ખાદ્ય પદાર્થની ક્રએવીંગ પણ થઈ શકે છે. વ્યસ્ત સિડયુલમાં પૂરતી ઊંઘ પણ લેવી જરૂરી છે. આમ કરવાથી વજન ઘટાડી શકાય છે.

5. ચાલતા જાવ : આમ તો વજન ઘટાડવા માટે કસરત કરવી જરૂરી છે. પણ વ્યસ્ત હોવાને લીધે કસરત કરવાનો સમય મળતો નથી આવી પરિસ્થિતિમાં તમે ચાલવા જઈ શકો છો જો ઓછું અંતર છે તો તમે ચાલવાનું જ રાખો. લિફ્ટની જગ્યાએ સીડી ચઢો, મેટ્રો કે બસ સ્ટેશન સુધી ચાલીને જાવ આમ કરવાથી તમારી પાચનશક્તિ વધુ સારી થશે, વજન ઓછું કરવામાં પણ સરળતા રહેશે. સાથે જ જમી લીધા પછી 10 મિનિટ ચાલવું જરૂરી છે.

error: Content is protected !!