Monday, April 13, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

બૉલીવુડ અપડેટ

અમૃતા સારા અને ઈબ્રાહીમને આવીરીતે રાખતી હતી, સૈફ સાથે આવીરીતે વાત કરતી હતી.

બૉલીવુડના નવાબ સૈફ અલી ખાન અને અમૃતા સિંહએ વર્ષ 1991માં લગ્ન કર્યા હતા. જો કે તેમના લગ્નન 13 વર્ષ પછી પૂરા થઈ ગયા હતા, સૈફ અને તેમની એક્સ વાઈફ અમૃતા સિંહના સંબંધ એ હમેશાં ચર્ચાનો વિષય બની રહે છે. સૈફ અને અમૃતાના સંબંધની એવી ઘણી વાત છે જે બહુ ઓછા લોકોને ખબર હશે.

અમૃતા અને સૈફ એ પોતાના પરિવાર વિરુધ્ધ જઈને એકબીજા સાથે લગન કર્યા હતા. પણ બંનેના સંબંધ ક્યારેય પણ એટલા મજબૂત બની શકતા નથી. સૈફ અને અમૃતાની પહેલી મુલાકાત ફિલ્મ ‘યે દિલ્લગી’ના સેટ પર થઈ હતી. બંને એક ફોટોશુટ દરમિયાન મળ્યા હતા. અમૃતાના પ્રમાણે ફોટોશુટ દરમિયાન જ્યારે સૈફએ અમૃતાના ખભે હાથ મૂક્યો ત્યારે તેણે સૈફ સામે ધારીને જોયું કેમ કે એ સમયે સૈફ બૉલીવુડમાં નવો હતો અને અમૃતા તેમનાથી ઘણી સિનિયર હતી.

3 મહિનાની ડેટ પછી સૈફ અને અમૃતાએ વર્ષ 1991માં છુપાઈને લગન કરી લીધા હતા કેમ કે બંનેને પોતાના પરિવારના રીએક્શનથી ડર હતો. આની પાછળ કારણ એ હતું કે સૈફ અને અમૃતા વચ્ચે ઉમરનો ગેપ વધારે હતો. અમૃતા સૈફ કરતાં 12 વર્ષ મોટી હતી. બંને પ્રમાણે તેમણે લગ્નના બે દિવસ પહેલા જ એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું હતું.

13 વર્ષ એકબીજા સાથે રહ્યા પછી આ કપલ 2004માં અલગ થઈ ગયું. સૈફ અને અમૃતાના બે બાળકો થયા સારા અને ઈબ્રાહીમ. તમને જણાવી દઈએ કે તલાક પછી બંને બાળકોની કસ્ટડી અમૃતા સિંહ પાસે રહી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અમૃતાથી તલાક પછી સૈફના જીવનમાં ઇટાલિયન મોડેલ રોઝાની એન્ટ્રી થઈ હતી. કહેવાય છે કે રોઝા સાથે તેમના સંબંધને લીધે અમૃતા સૈફને પોતાના બંને બાળકને મળવા દેવા માંગતી હતી નહીં. વાત એમ હતી કે અમૃતાને એ વાતની શંકા હતી કે રોઝા તેમના બાળકોને તેની વિરુધ્ધ ચઢાવશે. એટલે પછી થોડા સમય સુધી બરાબર ચાલે છે પણ પછી સૈફ અને રોઝાનું બ્રેકઅપ થઈ ગયું.

અમૃતાથી અલગ થયા પછી સૈફ અલી ખાનના જીવનમાં કરીના કપૂર આવે છે અને કરીનાના પ્રેમમાં સૈફ ખૂબ પાગલ બની ગયા હતા અને તેમણે બેબોને પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું. પછી સૈફ અને કરીનાએ વર્ષ 2012માં લગન કર્યા. આ કપલને બે બાળકો છે. તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન.

error: Content is protected !!