જામફળના પાનથી ઘટશે વજન? જાણો શું છે હકીકત આ પાછળની.
આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ, અનહેલ્થી ભોજન અને તણાવથી લોકો મેદસ્વિતાનો શિકાર બને છે. મેદસ્વિતા એ ફક્ત તમને હેરાન જ કરે છે એવું નથી, પણ તેના લીધે ઘણી ગંભીર બીમારીઓ પણ થતી હોય છે આ સાથે મેદસ્વિતાને લીધે તમારા આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થતો હોય છે.
વજન ઘટાડવા માટે લોકો અવનવા ઉપાય કરતાં હોય છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે જામફળના પાનનો ઉપયોગ કરતાં હોય છે. પણ શું ખરેખર જામફળના પાનથી વજન ઘટે છે ખરું? તો ચાલો આજે તમને જણાવી દઈએ આ વિષે ખાસ માહિતી.
ડોક્ટર સુગીતા મુતેર્જા કહે છે કે જામફળના પાન કેલરી ફ્રી હોય છે. આ સાથે જામફળના પાનમાંથી બનાવેલું પીણું પીવાથી પણ ભૂખ ઓછી લાગે છે. આવી સ્થિતિમાં તે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ માત્ર જામફળના પાન વજન ઘટાડવામાં મદદ કરી શકતા નથી.
આ સાથે, તમારે માત્ર સ્વસ્થ ઓછી કેલરીવાળો ખોરાક લેવો જોઈએ, તેમજ સક્રિય જીવનશૈલી જીવવી જોઈએ. તો જ તમે વજન ઘટાડવામાં અસરકારક રહી શકો છો.
જો તમે વજન ઘટાડવા માંગો છો તો જામફળની ચાનું સેવન કરવું જોઈએ. વજન ઘટાડવાના ફાયદાને અસર કરાવવા માટે તમે જામફળની ચાને જમ્યા પહેલા પહેલા લઈ શકો છો અથવા તમે સવારે ચા કે કોફી પીવો છો તો તેની પહેલા પણ તમે આ ચા પી શકો છો. ચાલો તમને જણાવીએ કે જામફળની ચા કેવીરીતે બનાવશો.
- 1. સૌથી પહેલા જામફળના 3 થી 4 પાનને લઈ લો અને તેને સારી રીતે ધોઈ લો.
- 2. હવે એક વાસણમાં પાણી ઉમેરો, તે પાણીમાં હવે જામફળના પાન ઉમેરી દો.
- 3. આ પાનને પાણીમાં 10 મિનિટ ઉકાળો, હવે આ પાણીને ગાળી લેવું અને પછી પી લો. તમે ઈચ્છો તો પાનને થોડા ટુકડા કરીને પણ ઉકાળી શકો છો.
- 4. આ ચાનો ટેસ્ટ વધારવા માટે તમે તેમાં સટીવીયા પણ મિક્સ કરી શકો છો. આમ કરવાથી આ ચાનો ટેસ્ટ ગળ્યો લાગશે.
વજન ઘટાડવા માટે જામફળના પાનનો હજુ સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. પરંતુ જો તમે વધારે ખાંડવાળા પીણાંને બદલે જામફળની ચા પીશો તો તેનાથી તમને ઓછી કેલરી મળશે. સાથે જ ભૂખ પણ ઓછી લાગે છે.
જો તમારે વજન ઓછું કરવું હોય તો જામફળની ચા પીવાની સાથે તમારી જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો પડશે. જામફળની ચા પીવાથી વજન ઓછું કરવું મુશ્કેલ બની શકે છે. જીવનશૈલીમાં બદલાવ કર્યા વિના વજન ઘટાડવામાં અસરકારક હોય એવો કોઈ ઘરેલું ઉપાય નથી.