સુંદર દેખાવવાના ચક્કરમાં યુવતી સાથે થયું એવું કે જોઈને તમને પણ થશે કે અરેરે.

સુંદર દેખાવું એ બધાને પસંદ હોય છે. પણ તમને જણાવી દઈએ કે ભગવાને આપણને જે રૂપ આપ્યું છે તેની સાથે જ આપણે ખુશ રહેવું જોઈએ. કહેવાય છે કે તમારા અંદરથી સુંદરતા એ તમારા ચહેરાની સુંદરતા કરતાં વધુ મહત્વની છે. પણ તેમ છતાં ઘણા લોકો પોતાના ચહેરાની સુંદરતા પાછળ પાગલ હોય છે.

ઘણીવાર તો વધુ સુંદર દેખાવવા માટેના ચક્કરમાં તેઓ સર્જરી કરવા જેવુ પણ કામ કરતાં હોય છે. જો કે આજે અમે જે કિસ્સો લઈને આવ્યા છે તેમાં આ યુવતી સાથે જે થયું તે જાણીને ભાગ્યે જ કોઈ એવી યુવતી હશે જે સર્જરી કરાવવાનું નામ લેશે.

કેલી જોન્સ અમેરિકાના પેન્સિલવેનિયામાં રહે છે. તે વ્યવસાયે ટેક્નોલોજી કન્સલ્ટન્ટ છે. કેલીને શરૂઆતથી જ તેના હોઠ પસંદ નહોતા. જ્યારે પણ તે અન્ય છોકરીઓના સુંદર હોઠ જોતી ત્યારે તે વિચારતી કે કાશ મારી પાસે આવા હોઠ હોત. પોતાના હોઠને વધુ સુંદર બનાવવાની ઈચ્છામાં કેલીએ સર્જરી કરાવી. જોકે, તેની હોઠની સર્જરી ખરાબ થઈ ગઈ.

કેલીના હોઠની સર્જરી પછી તે વધુ ખરાબ દેખાવા લાગે છે. કેલી એ હોઠ માટે લિપ ફિલર ઈંજેક્ટ કરાવ્યું હતું. તેના લીધે તેના હોઠ ફૂલવા લાગે છે. અને પછી તે હદથી વધારે ફૂલી જાય છે.

પહેલા તો કેલીને લાગ્યું કે આ સામાન્ય પ્રક્રિયા હશે અને પછી બધુ ઠીક થઈ જશે પણ 48 દિવસ થવા આવ્યા અને એટલા દિવસમાં હોઠ સંપૂર્ણ બદલાઈ ગયા હતા, તે ખૂબ અજીબ લાગી રહ્યા હતા.

કેલીના હોઠ સામાન્ય કરતાં 8 ગણા ફૂલી ગયા હતા. તેની આ હાલત જોઈને ડૉક્ટર પણ હેરાન રહી ગયા હતા. તેમને પણ કશું સમજાઈ રહ્યું હતું નહીં કે ગડબડ કયા થઈ ગઈ છે. કેલીની હાલત સુધરે એ માટે ડોકટરોએ ઘણી દવા આપી પણ દવાથી પણ કેલીના હોઠ પર કોઈ ફરક પડતો નથી.

હોઠના ફૂલવાને કારણે કેલીને ખાવા-પીવામાં પણ તકલીફ પડી રહી છે. ઘણા દિવસોની સારવાર બાદ તેના હોઠમાં થોડો સુધારો થયો છે. પરંતુ હોઠનો સોજો હજુ પણ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.

જ્યારે કેલીની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો લોકો તેના પર આરોપ લગાવવા લાગ્યા. લોકો કહે છે કે આપણે આપણા કુદરતી શરીર સાથે ચેડા ન કરવા જોઈએ. તમે જેવા છો તેવા જ ખુશ રહેતા શીખો. સારું, આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે?

error: Content is protected !!
Exit mobile version