એક એવું રહસ્યમય ગામ કે જયા બધા જ લોકો છે ઠીંગણા.

આપણી દુનિયામાં ઘણી અજાયબ વસ્તુઓ છે અને અહિયાં ઘણા રહસ્ય છે જે આજ સુધી મોટા મોટા વૈજ્ઞાનિક પણ જાણી શક્યા નથી. વિશ્વમાં કરોડો લોકો છે અને બધાનો દેખાવ અને હાઇટ વજન બધુ અલગ અલગ જ હોય છે. ધરતી પર ઠીંગણા લોકોની વસ્તી બહુ ઓછી છે. સામાન્ય વયક્તિની લંબાઈ અને દેખાવ બીજાથી અલગ અને ઓછી જ હોય છે.

તમને જાણીને નવાઈ લગશે કે આ દુનિયામાં એક એવું પણ ગામ છે જય ફક્ત ઠીંગણા જ લોકો રહે છે, હા તમે સાચું વાંચ્યું છે આ ગામમાં ફક્ત ઠીંગણા લોકો જ રહે છે. આ ગામમાં રહેતા ઠીંગણાઓને લીધે જ આ ગામ પ્રસિધ્ધ છે. જેગામ વિષે અમે વાત કરી રહ્યા છે તે ચીનના શિચુઆન પ્રાંતમાં છે. આ ગામની 50 ટકા વસ્તી ઠીંગણી છે.

આ ગામમાં રહેતા 80 લોકોમાંથી 36 લોકોની ઊંચાઈ માત્ર 2 ફૂટ 1 ઈંચથી લઈને 3 ફૂટ 10 ઈંચ સુધીની છે. કહેવાય છે કે અહીં બાળકો જન્મ સમયે સામાન્ય જન્મે છે, પરંતુ 7 વર્ષ પછી તેમની ઊંચાઈ વધતી બંધ થઈ જાય છે. કેટલાક બાળકો 10 વર્ષ સુધી મોટા થાય છે. અહીંના લોકોની લંબાઈ ન વધવાને કારણે તેને શાપિત ગામ કહેવામાં આવે છે.

જોકે આ ગામમાં લોકોની હાઇટ ના વધવા પાછળ શું રહસ્ય છે તેનો જવાબ વૈજ્ઞાનિકો 60 વર્ષોથી પણ નથી જાણી શક્યા. વૈજ્ઞાનિકો આ ગામને પ્રાકૃતિક સંસાધનો, અહિયાંના ખાવા પીવા અને પાણીની પણ તપાસ કરી, પણ કોઈને કશું જ ખબર પડતી નથી. અહિયાંના લોકોની હાઇટ કેમ નથી વધતી એ ફક્ત ચીન જ નહીં પણ દુનિયા માટે પણ એક રહસ્ય છે.

આ ગામના વડીલો જણાવે છે કે, વર્ષ 1951માં ઠીંગણા જન્મનો પહેલો કેસ નોંધાયો હતો. તે વર્ષે ગામમાં એક ખતરનાક રોગ ફેલાયો હતો અને ત્યારથી ગામના લોકો વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારથી આ ગામના બાળકો 5 થી 7 વર્ષની ઉંમર પછી જ ઉંચા થવાનું બંધ કરી દે છે અને તેઓ અન્ય ઘણી શારીરિક વિકલાંગતાઓનો પણ શિકાર બને છે.

જો કે વૈજ્ઞાનિકો આ વાતને સાચી માની રહ્યા નથી. અહિયાં રિસર્ચ કરવાવાળા અમુક વૈજ્ઞાનિકોએ એ અંદાજ લગાવ્યો છે કે આ ગામની માટીમાં પારાનું પ્રમાણ વધારે છે, જેમાં ઊગેલ અનાજ ખાઈને લોકોની હાઇટ વધી રહી નથી. આ સિવાય અમુક વૈજ્ઞાનિકો ઘણા વર્ષ પહેલા જાપાન દ્વારા અહિયાં છોડવામાં આવેલ જેરિલી ગેસને પણ કારણ માને છે.

error: Content is protected !!
Exit mobile version