વૃધ્ધવસ્થા આવતા પહેલા પોતાને વૃધ્ધ માનશો નહીં, 30 પછી જીવનને સારી રીતે જીવવાનું શરૂ કરો.
શું તમારી ઉમર 30 થી 40 વર્ષની આસપાસ છે જો હા તો આ માહિતી તમારા માટે જ છે. ઉમરનો આ પડાવ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે પણ સામાન્ય રીતે અહિયાં આવતા આવતા લોકો પોતાને ઇગ્નોર કરવા લાગે છે.
35 વર્ષની ઉમર પછે તેઓ એવું માની લેતા હોય છે કે તેમના સારા દિવસો હવે પાછળ છૂટી ગયા છે અને આ પછી તેઓ પોતાનું દ્યાન રાખવાનું છોડી દેતા હોય છે. જીવન પ્રત્યે પહેલા જેવો ઉત્સાહ રહેતો નથી. આ વિચાર ખૂબ ખોટા છે. આ ઉમરમાં તો નવા અનુભવ અને નવા પડકારોને આવકારવાના હોય છે.
જો તમે વૃદ્ધ થઈ રહ્યા છો તો તેનો અર્થ એ નથી કે તમારા જીવનમાં હવે કંઈ જ બચ્યું નથી. જો તમે તમારી વિચારસરણી બદલો અને નકારાત્મક વિચારોને દૂર કરો તો તમારું જીવન ઘણું સારું બની શકે છે. આ લેખમાં, અમે તમને જણાવીશું કે તમે જીવન પ્રત્યેના તમારા દૃષ્ટિકોણને કેવી રીતે સુધારી શકો છો અને તમારા જીવનને ખુશ કરી શકો છો.
- 1. બધુ જ આવડે છે કે બધુ જ ખબર છે એ વિચાર બદલી દો.
આપણે બધું ફક્ત સ્કૂલમાં જ શીખીએ છીએ, આ વિચારમાંથી બહાર નીકળવાની જરૂર છે. જો તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે અને તમારી પાસે ઘણી બધી ડિગ્રીઓ છે તો તેનો અર્થ એ નથી કે તમને દુનિયાનું બધુ જ્ઞાન મળી ગયું છે અને હવે તમારે બીજું કંઈ ભણવાની કે જાણવાની જરૂર નથી.
જ્ઞાનની દુનિયા અનંત છે અને તમે ગમે તેટલી મહેનત કરો, તમે તમારા સમગ્ર જીવનમાં બધું શીખી શકશો નહીં. જો તમે બધું જાણતા ન હોવ તો તેમાં કોઈ નુકસાન નથી, બલ્કે તે આપણને દરરોજ નવી વસ્તુઓ શોધવા અને શીખવાની પ્રેરણા આપે છે.
- 2. એવી નોકરી ના કરશો જે તમને પસંદ નથી.
તમે કેટલા પૈસા કમાઓ છો, તમને કઈ સુવિધાઓ મળી રહી છે અને કેટલા વર્ષોથી તમે ત્યાં કામ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તમે તમારી નોકરીને નફરત કરો છો, તો તમે બધું હાંસલ કરવા છતાં પણ નાખુશ થશો.
નોકરી કે કરિયર બદલવું ખોટું નથી. તગડા પગાર માટે પોતાને ત્રાસ આપવાને બદલે તમને ગમતી નોકરી પસંદ કરો. ભલે તમને ઓછા પૈસા મળે પણ તમે એ કામ કરીને ખુશ થશો.
- 3. તમારા સપનાને ક્યારેય છોડશો કે ભુલશો નહીં.
જો તમે 35 થી 40 વર્ષના છો, તો તેનો અર્થ એ નથી કે તમે તમારા સપનાને હકીકતમાં ફેરવવા માટે ખૂબ વૃદ્ધ છો. તમે યુવાન હોવ ત્યારે જ દુનિયા બદલી શકો છો એવી ખોટી માન્યતા છે. સત્ય એ છે કે 30 વર્ષથી વધુ ઉંમરના ઘણા લોકો છે જેઓ દરરોજ વિશ્વને બદલી રહ્યા છે.