તુલસીના પાનથી વધારે ગુણ હોય છે તુલસીના બીજમાં, અનેક બીમારીઓ દૂર કરવામાં કરશે મદદ.
તુલસી એક એવી ઔષધિ છે જે લગભગ દરેકના ઘરમાં હોય જ છે. તમે તુલસીના પાનના તો ઘણા ફાયદા સાંભળ્યા અને જાણ્યા હશે પણ શું તમે ક્યારેય તુલસીના બીજ આપણી માટે કેટલા ફાયદાકારક છે તે જાણ્યું છે? તુલસીના બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર, આયરન અને એંટીઓક્સિડેન્ટ હોય છે જે આપણી અનેક બીમારીઓથી રક્ષા કરે છે. ચાલો તમને જણાવીએ તુલસી બીજના ફાયદા.
શરદી ઉધરસ માટે : શરદી ઉધરસમાં તુલસી બહુ ફાયદાકારક સાબિત થાય છે. શરદી થવા પર તુલસીના બીજની ચા કે ઉકાળો બનાવીને પીવાથી ઉધરસ અને શરદી જલ્દી મટી જાય છે. સૂકી ખાંસી માટે આ ખૂબ ફાયદાકારક છે. આ સાથે તુલસીના બીજની ચા પીવાથી જમા થયેલ કફ છૂટો પડે છે.
વજન ઘટાડવા માટે : જો તમે વજન ઘટાડવા માંગો છો તો તુલસીના બીજનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તે ઓમેગા 3 ફેટી એસિડ અને ફાઈબરથી ભરપૂર છે. તુલસીના બીજનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે ઈચ્છો તો તુલસીના બીજમાંથી બનેલી ચા પણ પી શકો છો.
સ્કીનને હેલ્થી રાખે : તુલસીના બીજ આપણી સ્કીન માટે પણ ફાયદાકારક છે. તેમ ભરપૂર પ્રમાણમાં એંટીઓક્સિડેન્ટ હોય છે જે સ્કીનને હેલ્થી રાખવામાં મદદ કરે છે. તુલસીથી સ્કીનમાં નવી કોશિકાઓ બને છે. તુલસીના બીજને નારિયળ તેલમાં મિક્સ કરીને સ્કીન પર લગાવો. આમ કરવાથી એગજીમાં અને સોરાયસીસ જેવી સ્કીન સંબંધિત બીમારીઓ દૂર થઈ જશે.
ઇમ્યુનિટી મજબૂત કરવા : તુલસીના બીજ પણ આપણા શરીર માટે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફ્લેવોનોઈડ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે શરીરને મજબૂત બનાવે છે અને તેને રોગોથી બચાવે છે.
સોજા કરે દૂર : શરીરમાં કોઈપણ પ્રકારના સોજા આવ્યા હોય તો તુલસીના બીજ ફાયદાકારક છે. તુલસીમાં એંટી-ઈનફલમેટ્રી ગુણ હોય છે જે શરીરમાં આવેલ સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ માટે : તુલસીના બીજનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેમાં રહેલ ડાયેટરી ફાઈબર બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આ માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં તુલસીના બીજ પલાળી દો. સવારે દૂધમાં બીજ મિક્સ કરીને પીવો. આ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરશે.
પાચન ક્રિયા વધુ સારી બનાવવા : તુલસીના બીજનું નિયમિત સેવન આપણી પાચન ક્રિયા માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રમાં ફાઈબર હોય છે જેનાથી કબજિયાત, ઝાડા અને અપચાની સમસ્યાથી છુટકારો મળે છે. તમારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે તુલસીના બીજનું સેવન કરવું જોઈએ.
દિલની બીમારી માટે ફાયદાકારક : તુલસીના બીજ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તુલસીના બીજનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
વાળ માટે : આપણાં વાળ માટે પણ તુલસીના બીજ ખૂબ ફાયદાકારક છે. તુલસીના બીજમાં એંટીઓક્સિડેન્ટ હોય છે જે વાળને ખરતા અટકાવે છે. તુલસીના બીજનું તેલ વાળમાં લગાવવાથી વાળ ખરવા બંધ થઈ જાય છે અને વાળ મજબૂત થાય છે.