માતા તુલસીના છોડ પાસે ક્યારેય ના રાખશો આ વસ્તુઓ, મુસીબતો આવી શકે છે માથે.
હિન્દુ ધર્મમાં સદીઓથી તુલસીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ધાર્મિક ગ્રંથોનું માનીએ તો દરરોજ તુલસીને જળ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીના છોડને વિશેષ સ્થાન આપવામાં આવે છે. વાસ્તુ પ્રમાણે જો ઘરમાં તુલસીનો છોડ હોય છે તો તે ઘરમાં સુખ-સમૃધ્ધિ સાથે ધનલાભ પણ થાય છે.
પણ વાસ્તુના અમુક નિયમ છે જેનું પાલન નથી કરવામાં આવતું તો તેમને અમુક સમસ્યાનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અમુક એવી વસ્તુઓ છે જેને તુલસી પાસે ના મૂકવી જોઈએ. તે કઈ વસ્તુ છે ચાલો તમને જણાવી દઈએ.
– તમારા ઘરમાં જયા પણ તુલસીનો છોડ રાખવામાં આવેલ છે ત્યાં હમેશા સાફ સફાઇ હોવી જોઈએ. એવી માન્યતા છે કે તુલસીના છોડ પાસે કોઈપણ ગંદકી ના હોવી જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. એટલે તુલસીના છોડની આસપાસ ક્યારેય પણ કચરો ભેગો થવા દેવો નહીં.
– વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તુલસીના છોડ પાસે ક્યારેય પણ સાવરણી ના મૂકવી જોઈએ. સાવરણીથી ઘરની સાફ સફાઇ માટે કરવામાં આવે છે. એવામાં તે ઘરની ગંદકીને સાફ કરવાનું કામ કરે છે, એટલે તુલસીના છોડની પાસે સાવરણી રાખવી યોગ્ય નથી. એવી માન્યતા છે કે તેના લીધે ઘરમાં ગરીબી આવે છે.
– તુલસીના છોડને ઘણા લોકો ઘરના આંગણમાં લગાવે છે. પણ તેઓએ એ વાત હમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે તુલસીનો છોડ જયા પણ છે ત્યાં તેની આસપાસ જૂતાં ચપ્પલ કે પછી તેનું સ્ટેન્ડ પણ રાખવું જોઈએ નહીં. તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવામાં જો તુલસીના છોડની આસપાસ જૂતાં ચપ્પલ મૂકવામાં આવે છે તો તેના લીધે તુલસીનું અપમાન ગણાય છે.
– આ સિવાય તમને જણાવી દઈએ કે આ બધી વસ્તુઓ સાથે તુલસી પાસે કાંટાવાળો છોડ રાખવો જોઈએ નહીં. જો તમારા ઘરમાં તુલસીના છોડની આસપાસ આમાંથી કોઈપણ વસ્તુ છે તો આજથી જ બદલી દો.