સુરત લઇ ગયા – દર વખતે તેમે વિચારો છો એવું હોતું નથી.
કાલે ન્યુઝ ચેનલ પાર સમાચાર આવતા હતા, “સુરતમાં કોઈ ૪ ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા.”
બહુ નઈ ઉપરછલ્લા સમાચાર સાંભળીને હું તો મારા કામે લાગી ગઈ. રોજ રાતની જેમ અમારા ફ્લેટની બધી કાકીઓ, માસીઓ ની ઓટલા મિટિંગ ચાલુ થઇ. હું અંદર ઘરમાંથી બધું સાંભળતી હતી. બધા પેલા સુરત વાળા ડોક્ટરને ગાળો આપતા હતા અને એમની સાથે સવિતાબેન પણ જોડાયા હતા. મિટિંગ પતી અને બધા પોત પોતાના ઘરે ચાલ્યા.
સવારમાં સવિતાબેનના ઘરમાંથી તેમની વહુનો રોવાનો અવાજ આવતો હતો. હું તો પછી ઓફિસ ચાલી ગઈ. સાંજે ઘરે આવી તો ખબર પડી કે સવિતાબેન તેમની વહુને કે જે ૫ મહિના પ્રેગ્નેન્ટ છે તેને સવારમાં સુરત લઇ ગયા.
બીજે દિવસે સવારે તેઓ પાછા આવ્યા ત્યારે ખબર પડી કે તેમની વહુની તબિયત સારી નોહતી અને તેને તેની મમ્મી ની યાદ આવતી હતી એટલે સવિતાબેન સુરત તેમની વહુને તેની મમ્મીને મળવા લઇ ગયા હતા.
નોંધઃ દર વખતે તમે વિચારો છો એવું હોતું નથી.