સૂરણની સુકીભાજી – હવે જ્યારે પણ સુકીભાજી બનાવો તો આ બનાવજો કાઈક નવીન લાગશે.

કેમ છો મિત્રો? અવારનવાર આપણે જયારે ઉપવાસ કરતા હોઈએ છીએ અને ત્યારે બટેકાની સુકીભાજી ખાતા હોઈએ છે પણ દિવસ સતત બટેકા ખાવામાં આવે તો ગેસ અને તેની સાથે બીજી ઘણી તકલીફ થતી હોય છે. તેવા મિત્રો માટે આજે ખાસ લાવ્યા છીએ સૂરણની સુકીભાજી બનાવવા માટેની પરફેક્ટ અને સરળ રેસિપી…

આજે આપણે બનાવીશું સૂરણનું શાક જે આપણે નવરાત્રિના ઉપવાસમાં પણ ખાય શકે છે અને કોઇ પણ ઉપવાસમાં ખાય શકાય છે.અને કોઈ ને ગેસનો પ્રોબ્લેમ હોય તો તે સૂકી ભાજી ની જગ્યાએ પણ સૂરણનું શાક ખાય શકે છે. તો ચાલો આપણે તેની સામગ્રી જોઈએ.

સામગ્રી

  • ઘી – 2 મોટી ચમચી
  • જીરુ – અડધી ચમચી
  • લીલા મરચાં – ત્રણ થી ચાર નંગ
  • મીઠો લીમડો – ત્રણ પાન
  • સુરણ – 250 ગ્રામ
  • રેગ્યુલર મસાલા – માપ માટે વિડિઓ ખાસ જુઓ.
  • કોથમીર – જરૂર મુજબ

રીત

1- સૌથી પહેલા આપણે અઢીસો ગ્રામ સૂરણને એક ખુલી તપેલીમાં બાફી લઈશું. પણ તેની પહેલા સુરણને સમારો ત્યારે હાથ પણ મીઠા વાળા કરી લેવા અને તપેલીમાં મીઠાવાળું પાણી કરવું અને તેમાં તે સૂરણના ટુકડાને 10 મિનિટ પલાળી રાખીશું.

2- એક કઢાઈમાં ૨ ચમચી ઘી લઈશું. હવે ઘી ગરમ થઈ જાય પછી તેમાં ૧ નાની ચમચી જીરુ ઉમેરીશું.

3-જીરું તતડી જાય પછી તેમાં ૨ નંગ લીલા મરચાં ના કટકા કરી ને ઉમેરિશુ.અને સાથે આદુ અને મીઠો લીમડો ઉમેરીશુ.

4-હવે તેને શેકાવા દઈશું. સેકાય જાય પછી આપણે જે સુરણ બાફયુ હતું તે એડ કરીશું.

5- હવે તેમાં આપણે ૧ નાની ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું.

6- હવે ૧ નાની ચમચી હળદર ઉમેરીશું. જો તમે હળદર ઉપવાસમાં ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.

7- હવે આપણે નાની ચમચી ગરમ મસાલો ઉમેરીશું. જો તમે ઉપવાસ માં ગરમ મસાલો ના ખાતા હોય તો skip કરી શકો છો.

8- હવે આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી. જો તમે ઉપવાસમાં લાલ મરચું ના ખાતા હોય તો skip કરી શકો છો.

9- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું.

10- હવે જો આપણે મરી પાવડર નાખવું હોય તો તમે નાખી શકો છો અડધી ચમચી. અને થોડી ખાંડ પણ નાખી શકો છો જો તમને પસંદ હોય તો.

11- હવે બધા મસાલા કરી ને સારી રીતે હલાવી લઈશું. હવે આપણે કોથમીર સમારીને એક ચમચી જેટલી નાખીશું.

12- હવે આપણું ગરમાગરમ સુરણનુ શાક તૈયાર છે તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું.

13- આપણે સૂરણના ઉપર ફ્રેશ કોથમીરથી ગાર્નીશ કરીશું.

14- તો જોયું ને આપણું સૂરણનું શાક ફટાફટ તૈયાર થઈ ગયું છે તો આ નવરાત્રિમાં તમે ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવો.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version