ઠંડક મેળવવા શેરડીનો રસ પીવો છો તો થઈ જાવ સાવધાન રાખો આ વાતોનું ધ્યાન.

ગરમીની સીઝનમાં લોકો પ્રવાહીનું સેવન વધારે કરે છે. જેનાથી શરીર હાઈડ્રેડ રહે છે. ફાળોનો જ્યુસ તેના માટે સારો વિકલ્પ છે. જેમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીર માટે જરૂરી છે. જાણો કેવી રીતે.

ગરમીની સીઝનમાં લોકો ઠંડાપીણા વધારે પીવાનું પસંદ કરે છે. જેનાથી શરીર હાઈડ્રેડ રહે છે. ફ્રૂટનો જ્યૂસ ઉનાળાની સિઝનમાં એકદમ ઉત્તમ છે. તેમાં પર્યાપ્ત માત્રામાં પોષક તત્ત્તવો હોય છે જે શરીર માટે જરૂરી છે. ઉનાળામાં લોકો શેરડીનો રસ પીવાનું વધારે પસંદ કરે છે. જેમાં કેલ્શિયમ, ક્રોમિયમ, કોબાલ્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ અને જિંક જેવા તત્વો રહેલા છે. આ ઉપરાંત આયરન, વિટામિન એ, સી, બી કોમ્પ્લેક્સ, પ્રોટીન અને ફાયબરની માત્રા પણ વધારે હોય છે. તેમ છતા ઘણી વખત શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે.Amazing Sugarcane Juice Making Technique - Indian Street Food - YouTube

જાણો કેવી રીતે-

તમને લાગે છે કે શેરડીનો રસ તમારા ગળાને ઠંડક આપશે અને તમારા શરીરને ફાયદો કરશે તો આ તમારી ભૂલ છે. હકીકત તો એ છે કે શેરડીનો રસ અને બરફ બંનેની તાસીર અલગ છે. જો થોડી સાવધાની રાખશો તો તમે બીમારીથી બચી શકો છો. શેરડીનો રસ પીતાં પહેલાં એક વાર ચેક કરો કે તે કઇ રીતે બને છે. સૌથી મહત્વની વાત એ છે કે શેરડી સાફ કરાતી નથી. શેરડી પર કાળા રંગની ફંગસ લાગેલી હોય છે.

શેરડી પર ખેતરની માટી પણ ચોંટેલી હોય છે. તેને પણ સાફ કરાતી નથી. જે લીંબું મિક્સ કરાય છે તેની પર ડાઘ હોય છે. તેના બીજ કાઢવામાં આવતા નથી. ફૂદીનો ધોઇને નાંખવામાં આવતો નથી. રસ કાઢીને જે પતરામાં આવે છે તેને હાથથી તપેલી તરફ ધકેલવામાં આવે છે. શું તમે ચેક કર્યું છે કે જે હાથથી આમ કરાય છે તે સાફ છે કે નહીં? તે જ હાથથી શેરડી પકડાય છે, જનરેટર ચલાવાય છે અને મશીન ફેરવવામાં આવે છે. હાથ ક્યારેય ધોવામાં આવતા નથી. બસ અહીંથી બીમારીના લક્ષણ શરૂ થાય છે.13 Top Health benefits of Sugarcane Juice - RAW Pressery

શેરડીનો રસ પીવાથી થાય છે આ બીમારીઓ

શેરડી પર જે ફંગસ હોય છે તેનાથી હિપેટાઇસીસ, ડાયરિયા અને પેટની બીમારીઓ થાય છે. આ પ્રકારે શેરડીની માટીથી પેટ સંબંધી બીમારીઓ થાય છે. શેરડીમાં લાલાશ છે તો તે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઇએ. આ ફંગસને શેરડીની સડાંઘ કે રેડ રૉટ ડિસિઝ કહેવામાં આવે છે. આ એક પ્રકારની ફંગસ છે, જે શેરડીના રસને લાલ કરે છે. તેનાથી જ્યૂસની મિઠાશ ઓછી થાય છે. આ પ્રકારની શેરડી સસ્તી મળે છે અને હેલ્થ માટે નુકશાનકર્તા હોય છે.

તે સિવાય શેરડીનો રસ પીવાથી વજન વધે છે. કેમ કે, શેરડીના રસમાં કેલરી વધારે માત્રામાં હોય છે. એક ગ્લાસ શેરડીના રસમાં 269 કેલરી હોય છે. આ સાથે 100 ગ્રામ સુગર પણ હોય છે. જેના કારણે શેરડીનો રસ પીવાથી તમારા શરીરમાં મોટાપો એટલે કે સ્થૂળતા વધી જાય છે. તેથી બને ત્યાં સુધી શેરડીનો રસ ઓછો પીવો જોઈએ. તેમજ અનિદ્રાની સમસ્યા થઈ શકે છે શેરડીના રસમાં પોલીકોસનાલ હોય છે. શેરડીના રસનું વધારે સેવન કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો જન્મ થાય છે. જેમ કે ચક્કર આવવા, પેટ ખરાબ થવું અને અનિદ્રા જેવી સમસ્યા થઈ શકે છે.8 benefits of drinking sugarcane juice in summers | Food News – India TV

લોહી પાતળું બને છે શેરડીમાં રહેલા પોલીકોસનાલ લોહીને પાતળું બનાવે છે. જેના કારણે લોહી જલદી ઘટ્ટ બનતું નથી. એટલા માટે જે લોકો લોહી પાતળું કરવાની દવા લે છે તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. તેમજ ઈન્ફેક્શનનું જોખમ પણ વધે છે. જો તમે માર્કેટમાંથી રસ પીવો છો તો તેમાં સંક્રમણ થવાનું જોખમ રહેવું છે.

માર્કેટમાં મશીનમાંથી જે રસ નિકાળવામાં આવે છે તેમાં હાનિકારક બેક્ટીરિયા અને પેસ્ટીસાઈડ્સ હોઈ શકે છે. જે તમારા શરીરમાં પહોંચી ઘણું નુકસાન પહોંચાડી શકે છે. શેરડીનો રસ 15 મિનિટમાં ઓક્સીડાઈઝ થઈ જાય છે. ત્યાર બાદ પીવાથી બીમારીઓ થઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ લાંબા સમયથી પડ્યો હોય તેવો શેરડીનો રસ ન પીવો.

error: Content is protected !!
Exit mobile version