હવે બનાવો આ નવીન આલુ પરાઠા, તમે ક્યારેય નહિ ચાખ્યા હોય એવા ટેસ્ટી બનશે

આજે આપણે સોજીના આલુ પરોઠા બનાવીશું.તે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને એકદમ હેલ્ધી હોય છે. તો ચાલો બનાવી લઈએ.

સામગ્રી

  • તેલ
  • જીરું
  • લીલું મરચું
  • આદુ નો ટુકડો
  • મીઠા લીમડાના પાન
  • સોજી
  • ચીલી ફ્લેક્સ
  • મીઠું
  • બટાકા બાફેલા
  • દહીં
  • કાકડી
  • ડુંગળી
  • સંચળ
  • લાલ મરચું
  • મરી પાવડર

રીત

YouTube video player

1- સૌથી પહેલા એક કડાઈમાં એક ચમચી તેલ લઈશું.તમે ચાહો તો ઘી પણ લઈ શકો છો. આપણે અહીંયા તેલ લઈશું.હવે તેમાં એક ચપટી જેટલું જીરું નાખીશું.ત્યારબાદ એક લીલુ મરચુ સમારી ને લઈશું. અને એક આદુ નો ટુકડો લઈશું.તેને છીણી લઈશું.મરચા પણ આપણે એકદમ બારીક સમારી શું.જેથી વણવા માં તકલીફ ના પડે.હવે તે એડ કરીશું.

2- હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું.જો તમારી પાસે લીલા હોય તો તેને ઝીણા સમારી લેવાના.અહીંયા આપણે સૂકા પાન છે તો તેને થોડા ભાગી લઈશું.હવે તે એડ કરીશું. હવે અહીંયા સોજી હોય તેના થી દોઢ ઘણું પાણી લઈશું.હવે તેમાં આપણે પાણી ઉમેરી શું.હવે તેમાં એક નાની ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું.

3- હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે પાણી ઉકળી ગયું છે. તો તેમાં એક કપ સોજી ધીમે ધીમે નાખતા જઈશું. સાથે હલાવતા રહીશું. એટલે આપણી સોજી ચડી પણ જશે.અને પાણી પણ બધું સોસાઈ જશે.હવે એક લોટ બંધાય એવું મિશ્રણ તૈયાર કરી લઈશું.

4- તો તમે વિડિયો માં જોઈ શકો છો કે બે મિનિટ માં આપણો લોટ બંધાઈ ગયો છે.હવે જેમાં લોટ બાંધવાનો હોય તેમાં કાઢી લઈશું.હવે તેને થોડું ઠંડુ થવા દઈશું. હવે બટાકા ને ક્રશ કરી લઈશું. હવે આપણો લોટ ઠંડો થઈ ગયો છે. તેને એકદમ ઠંડો નથી કરવાનો તેને હાથ માં લઇ શકીએ તેવો કરવાનો છે.હવે તેમાં થોડા ધાણા નાખીશું.હવે આ લોટ ને મસળી લઈશું.હવે તેમાં છીણેલા બટાકા એડ કરીશું.

YouTube video player

5- હવે ફરી થી બધું સરસ મિક્સ કરી લઈશું.હવે એકદમ સરસ લોટ બંધાય ગયો છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે તેનું લુઓ બનાવી લઈશું. હવે તેને વણી લઈશું.તેના પર કોરો લોટ ભભરાવી લઈશું.જેથી વણવા માં ઈજિ રહે.હવે તેને શેકી લઈશું. એકદમ ફૂલી ને આપણા આલુ પરોઠા બનશે. હવે તેને પલટાવી લઈશું.અને તેલ નાખી ને શેકી લઈશું.હવે આપણા આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે. હવે આપણે રાયતું બનાવી લઈશું.

6- રાયતું બનાવવા માટે ઘટ્ટ દહી લઈશું.પાણી વારું દહી લેવાનું નથી. હવે તેના ફેટી લઈશું.એકદમ ક્રીમી બનાવી લેવાનું છે.હવે તેમાં એક નાની કાકડી ને છીણી લઈશું.હવે દહી માં એડ કરીશું.હવે તેમાં એક નાની ડુંગળી ને પણ છીણી લઈશું. હવે તેમાં એક ચપટી સંચળ નાખીશું.

7- તેમાં જેટલું મીઠું જોઈએ તેના થી અડધું મીઠું નાખવાનું.અને અડધું સંચળ નાખવાનું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે તેમાં થોડો વઘાર કરી લઈશું.હવે વઘાર માં એક નાની ચમચી તેલ લઈશું.અને સેજ આપણે જીરું નાખીશું.જીરું તતડી જાય એટલે તેમાં લાલ મરચું નાખીશું.હવે આ વઘાર દહી માં એડ કરીશું.હવે તેમાં થોડું મરી પાવડર નાખીશું. લીલા મરચા નાખવા હોય તો નાખી શકો છો. હવે આપણું રાયતું તૈયાર થઈ ગયું છે. તો છેને એકદમ યુનિક રેસિપી.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version