સુવાના સમયએ પગ નીચે ઓશીકું રાખીને સુવાથી શરીરને થાય છે અઢળક લાભ.

તમે ઘણીવાર ગર્ભવતી મહિલાઓને પોતાના પગ નીચે તકિયો રાખીને સૂતી હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું તેઓ કેમ કરે છે? તમને જણાવી દઈએ કે જો રાતના સમયએ પગ નીચે ઓશીકું રાખીને સુવામાં આવે તો તેનાથી તમારા શરીરના કોઈ એક ભાગ પર ભાર આવતો નથી અને વજન એ આખા શરીર પર સરખું રહે છે. તેનાથી પગમાં સોજાની સમસ્યા પણ ઓછી થઈ જાય છે. એટલું જ નહીં પણ કમર ઉપર વધારે વજન આવતું નથી. ચાલો તમને જણાવી દઈએ પગની નીચે ઓશીકું રાખીને સુવાથી થતાં બીજા લાભ.

1. પગના સોજા ઓછા થાય છે : જે લોકોને પગમાં સોજો આવવાની તકલીફ હોય છે તેમના માટે આ ઉપાય ખૂબ કારગર સાબિત થાય છે. જો થાકને લીધે પગમાં સોજો આવે છે તો તે વેરીકોઝ વેન્સની સમસ્યા હોઇ શકે છે. એવામાં પગ નીચે ઓશીકું રાખી સૂવું ફાયદાકારક રહેશે.

2. પીઠ અને કુલ્હામાં દુખાવામાંથી રાહત : લાંબા સમય સુધી બેઠા બેઠા કામ કરો છો જેના લીધે પીઠ અને કુલ્હામાં દુખાવો થતો હોય છે તો તેવા મિત્રોએ પગ નીચે ઓશીકું રાખવું જોઈએ. આઆમ કરવાથી પીઠ અને કુલ્હાના દુખાવાથી તમને રાહત મળશે. આ સાથે માંસપેશિયોમાંથી પ્રેશર પણ ઓછું થશે.

3. ડિસ્ક પેનને ઓછું કરે છે : તમને જણાવી દઈએ કે કરોડરજ્જુના હાડકાં પર વધુ પ્રેશરથી દુખાવો થતો હોય છે. એવી પરિસ્થિતિમાં રાત્રે સુવાના સમયએ પગ નીચે તકિયો રાખીને સૂવું જોઈએ. આમ કરવાથી દુખાવામાં રાહત મળે છે.

4. બ્લડ સર્ક્યુલેશન કરે બરાબર : જો કોઈ વ્યક્તિના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર નથી તો તેના લીધે તેને રાત્રે પગમાં બળતરા અને દુખાવાની સમસ્યા થઈ શકે છે. એવી પરિસ્થિતિમાં પગ નીચે ઓશીકું રાખવું જોઈએ. તેનાથી તમને સારું લાગશે કેમ કે આમ કરવાથી બલ્સ સર્ક્યુલેશન બરાબર રહે છે અને પગમાં બળતરા અને દુખાવો ઓછો થાય છે.

error: Content is protected !!