શનિની મહાદશા કરતાં પણ ભયંકર પરિણામ આપે છે અશુભ રાહૂ.

શનિ ગ્રહ પીડા આપતો ગ્રહ છે અને તેની પનોતી અશુભ ફળ આપે છે તેવું તમે પણ સાંભળ્યું હશે. પરંતુ શનિની પનોતી કરતાં વધારે ખરાબ અને અશુભ પરીણામ રાહૂની મહાદશા આપે છે. રાહૂ છાયા ગ્રહ છે અને જેની કુંડળીમાં તે બેસી જાય છે તેની બુદ્ધિ અને વિવેકનો નાશ કરી દે છે.

રાહૂની મહાદશા, અંતર્દશામાં વ્યક્તિના શત્રુઓમાં વધારો થાય છે. રાહૂ અશુભ ભાવમાં હોય તો જાતકને ગૃહત્યાગ તેમજ જેલવાસ પણ કરાવે છે. જો જાતકની સાડાસાતી ચાલતી હોય અને તે સમય દરમિયાન જ રાહૂ પણ ખરાબ પ્રભાવ આપતો હોય તો જાતકને ભયંકર પરીણામ ભોગવવા પડે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં રાહૂ અને શનિને એક સમાન સ્થાન આપવામાં આવે છે પરંતુ રાહૂની મહાદશા શનિની પનોતી કરતાં પણ વધારે ખરાબ પરીણામ આપે છે. કુંડળીમાં રાહૂની મહાદશા નિયત સમય માટે આવતી હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તો એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિએ સપ્તાહના સાત દિવસ દરમિયાન આવતાં રાહુકાળમાં પણ શુભ કામ કરવું ન જોઈએ. આ સમયમાં કરેલું કાર્ય સફળ થતું નથી.

સપ્તાહમાં આવતાં રાહૂકાળની વિગતો

દરેક દિવસમાં 90 મિનિટનો સમય આવે છે જેને રાહુકાળ કહેવાય છે. આ સમય દરમિયાન રાહૂની અસર સૌથી વધારે હોય છે તેથી જે પણ કામ કરવામાં આવે છે તે સફળ થતું નથી. તો હવે જાણો સપ્તાહના વાર અનુસાર રાહુકાળનો સમય કયો હોય છે.

  • સોમવાર- સવારે 7.30થી 9 કલાક
  • મંગળવાર- બપોરે 3થી 4.30 કલાક
  • બુધવાર- બપોરે 12થી 1.30 કલાક
  • ગુરુવાર- બપોરે 1.30થી 3 કલાક
  • શુક્રવાર- સવારે 10.30થી 12 કલાક
  • શનિવાર- સવારે 9 કલાકથી 10.30 કલાક
  • રવિવાર- સાંજે 4.30થી 6 કલાક
  • error: Content is protected !!
    Exit mobile version