Monday, June 1, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

બૉલીવુડ અપડેટ

શાહરુખની એક ઘડિયાળની કિમતમાં તમારા 2 બંગલા આવી જાય.

શાહરૂખ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું કલેક્શન જોઈને કહી શકાય કે તેનો સમય પાછો આવી ગયો છે. આવી સ્થિતિમાં તેની એક ઘડિયાળ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ ઘડિયાળની કિંમત એટલી છે કે તમે જાણીને ચોંકી જશો. તમે જ કહેશો કે આટલા બધામાં 2-3 આલીશાન ઘરો લઈ શકાય છે. થોડા દિવસો પહેલા ‘પઠાણ’ની પ્રેસ મીટ હતી. જેમાં શાહરૂખ ખાન વાદળી ઘડિયાળ પહેરીને પહોંચ્યો હતો. આ ઘડિયાળ જોઈને લોકોમાં તેની કિંમત જાણવાની ઉત્સુકતા જાગી.

જ્યારે કિંમત બહાર આવી તો ખબર પડી કે બાદશાહ ખાનને મોંઘી ઘડિયાળોનો ઘણો શોખ છે. શાહરૂખ ખાનના કાંડા પર બાંધેલી વાદળી ઘડિયાળની કિંમત લાખોમાં નહીં પણ કરોડોમાં છે. તેની સુપર લક્ઝરી ઘડિયાળ ઓડેમાર્સ પિગ્યુટની રોયલ ઓક પરપેચ્યુઅલ કેલેન્ડર વોચના સંગ્રહોમાંની એક છે.

આ ઘડિયાળની કિંમત આ બ્રાન્ડના ઓફિશિયલ પેજ પર આપવામાં આવી છે. શાહરૂખ ખાન લક્ઝરી વોચની કિંમત 49,823,986 રૂપિયા છે. વાંચીને આઘાત લાગ્યો ને. આટલી મોંઘી ઘડિયાળ. આટલી કિંમતમાં બેથી ત્રણ આલીશાન બંગલા ખરીદી શકાય છે. કિંગ ઓફ રોમાન્સનું બિરુદ મેળવનાર SRK મોંઘી ઘડિયાળોનો શોખીન છે.

તેની પાસે લાખોની કિંમતની મોંઘી ઘડિયાળો છે. તે અલગ-અલગ ઈવેન્ટમાં મોંઘી બ્રાન્ડની ઘડિયાળો લઈને જતો જોવા મળ્યો છે.તેની પાસે ટેગ હ્યુર, રાડો જેવી ઈન્ટરનેશનલ બ્રાન્ડની ઘડિયાળોનું કલેક્શન છે. જેની કિંમત લાખોમાં છે.

મુંબઈમાં જન્નત નામના આલીશાન બંગલામાં રહેતા શાહરૂખ પાસે અપાર સંપત્તિ છે. તે દુબઈમાં પામ જુમેરાહ પર એક ખાનગી ટાપુ ધરાવે છે. ત્યાં તેમનો 6 બેડરૂમ ધરાવતો આલીશાન બંગલો છે.

દુબઈમાં સ્થિત આ વિલાની કિંમત 2.8 મિલિયન ડોલર છે જે લગભગ 18 કરોડ રૂપિયા છે. હોલિડે વિલા 14,000 સ્ક્વેર ફૂટ જમીન પર બનેલ છે. તેને સજાવટ અને માવજત કરવાનું કામ એટલે કે તેનું ઈન્ટિરિયર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને જાતે જ ડિઝાઈન કર્યું છે.

error: Content is protected !!
Exit mobile version