તમારા પગના તળિયા પર ખોલી શકે છે તમારા જીવનના કેટલાક રહસ્યો.

સમુદ્ર શાસ્ત્રમાં વ્યક્તિના શરીરના અંગ સાથે જોડાયેલ ઘણી મહત્વની વાતો જણાવી છે. વ્યક્તિના શારીરિક અંગ ફક્ત તેનું વ્યક્તિત્વ દર્શાવે છે એટલું જ નહીં પણ તેના આવનાર ભવિષ્ય વિષે પણ સંકેત આપે છે. આ વાતનો ઉલ્લેખ સમુદ્ર શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.

આજે અમે તમને વ્યક્તિના પગના તળિયાથી તેના ભવિષ્ય વિષે કેટલીક મહત્વની વાતો જણાવી રહ્યા છે. ચાલો તમને જણાવી દઈએ પગના તળિયા સાથે જોડાયેલ કેટલીક મહત્વની વાતો.

– પગના તળિયા શુભ અને અશુભની સાથે સાથે તમારા ભવિષ્ય વિષે પણ જણાવે છે. પગના તળિયામાં કેટલાક ખાસ નિશાન હોય છે. આ નિશાનને શાસ્ત્રોમાં શુભ કહેવામાં આવ્યા છે. આવા નિશાનવાળા લોકો બહુ સૌભાગ્યશાળી હોય છે. તેમના જીવનમાં હમેશા સુખ-સમૃધ્ધિ રહે છે.

– સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે જે વ્યક્તિઓના તળિયા લાલ આણે ચીકણા હોય છે તેમના પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે. એવા લોકો ખૂબ લકી હોય છે જે પોતાના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે.

– જે લોકોના તળિયા સ્પષ્ટ અને સાફ હોય છે તેમનું વ્યક્તિત્વ ખૂબ ખુલ્લા વિચાર વાળું હોય છે. એવા લોકો બીજાની મદદ માટે હમેશા તૈયાર રહેતા હોય છે. આ લોકોણે ખૂબ જલ્દી સફળતા મળે છે.

– જો કોઈ વ્યક્તિના પગના તળિયામાં ચક્ર, કમળના ફૂલ, તલવાર, સાંપ, શંખ અને ધજા જેવા નિશાન હોય છે તેમને સમાજમાં માન સમ્માન વધારે મળે છે. આવા વ્યક્તિઓની ચર્ચા બધે જ થતી જોવા મળે છે.

સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે ફાટેલી એડીઓ, સૂકી સ્કીન વાળા પગવાળા વ્યક્તિને જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે. એવા લોકોને દરેક જગ્યાએ બાધા આવતી હોય છે. આ રીતે પીળા તળિયા વાળા વ્યક્તિઓનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી.

એવા વ્યક્તિઓ બીજા સાથે સારી રીતે તાલમેલ બેસાડી શકતા નથી. તો એવી જ રીતે તળિયા જો કાળા હોય છે તો તે તેમના કાળા મનને દર્શાવે છે. એવા લોકો પર બહુ ભરોસો કરવો જોઈએ નહીં. તેમના જીવનમાં હમેશા મુશ્કેલીઓ બની રહે છે.

error: Content is protected !!
Exit mobile version