ફક્ત એક ગોળી બનાવી દેશે નદીના પાણીને ચોખ્ખું અને પીવા માટે સુરક્ષિત.
પીવાલાયક પાણી (Driking Water) આખી દુનિયામાં ખુબ જ ગંભીર સમસ્યા થતી જઈ રહી છે. વૈજ્ઞાનિકોએ એના માટે એવી ગોળી બનાવી છે જે ખુબ જ ઓછા સમયમાં નદી (River) ના દુષિત પાણી (Contaminated Water)ને પીવાલાયક બનાવી દેશે.
દુનિયાનું ૯૭.૫% પાણી ખારું છે અને બચેલ ૨.૫% પાણી માંથી પણ ૧% કરતા ઓછું પાણી પીવાલાયક છે. એના સિવાય પીવાલાયક ચોખ્ખું પાણી દુનિયાની આબાદીનો એક તૃતીયાંશ ભાગને ઉપલબ્ધ છે નહી. દુનિયાના અંદાજીત તમામ મોટા શહેરોમાં પાણીને સાફ કરીને તેને લોકોને પીવાલાયક બનાવવામાં આવે છે. ચોખ્ખું પીવાલાયક પાણી ઉપલબ્ધ કરવાનું કામ ખુબ જ ખર્ચાળ પણ છે. આ સમસ્યાને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોએ એક હાઈડ્રોજેલ ગોળી બનાવી છે જે દુષિત નદીના એક લીટર પાણીને ખુબ જ ઓછા સમયમાં પીવાલાયક બનાવી દેશે.
આ સમસ્યાનું સમાધાન એક મોટી પ્રાથમિકતા.
હકીકત આ છે કે, એક મોટો તબક્કો ખરાબ પાણી પીવા (જે ખારું છે નહી) માટે મજબુર છે. પીવાના પાણીની સમસ્યા એટલી ગંભીર થઈ જશે કે, એક અંદાજ મુજબ વર્ષ ૨૦૨૫ સુધી દુનિયાની અડધી વસ્તી એવા વિસ્તારમાં નિવાસ કરતી હશે જ્યાં ચોખ્ખું પાણી મળવું ખુબ જ મુશ્કેલ થશે. આ સમસ્યાને ઉકેલવાના વૈજ્ઞાનિકો અને એન્જીનીયરો માટે મોટી પ્રાથમિકતા થઈ ગઈ છે.
કેટલો ઓછો સમય.
આને જોતા અમેરિકાના ઓસ્ટિનની ટેક્સાસ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો અને એન્જીયર્સએ ઝડપથી દુષિત પાણીને શુદ્ધ કરવા માટે હાઈડ્રોજેલ ગોળી બનાવી છે. વૈજ્ઞાનિકોનો આ પણ દાવો છે કે, એની એક ગોળી જ દુષિત પાણીને વિસંક્રમિત કરી શકે છે અને તેને પીવાલાયક એક કલાક કરતા પણ ઓછો સમય લાગે છે.
મોટું અંતર લાવી શકે છે આ ટેકનીક.
એડવાન્સડ મટેરિયલ જર્નલમાં પ્રકાશિત આ શોધ પર કોકરેલ સ્કુલ ઓફ એન્જીનીયરીંગના વાકર ડીપાર્ટમેન્ટ ઓફ મિકેનિકલ એન્જીનીયરીંગ અને ટેક્સાસ મટેરિયલ ઇન્સ્ટીટયુટના એસોસિએટ પ્રોફેસર ગુઈહુઆ યુ અને એમની ટીમએ અધ્યયન કર્યું છે. એમનું કહેવું છે કે, એમનું મલ્ટીફંકશનલ હાઈડ્રોજન વૈશ્વિક જળમાં કમીની સમસ્યાને ઓછી કરવામાં મોટું અંતર લાવી શકે છે.
વધારે કારગર ટેકનીક.
આજે પાણીને શુદ્ધ કરવાની સૌથી સારી રીત તેને ઉકાળવાની કે પછી પાશ્ચરીકૃત કરવાનું માનવામાં આવે છે, પરંતુ શોધકર્તાઓનું માનવું છે કે, એમની ટેકનીક સરળ, ખુબ જ કારગર અને મોટાપાયે કામ કરી શકે છે, જેના કારણે તે એક ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
કેવી રીતે કામ કરે છે ગોળી.
આજે જે પાણીને ચોખ્ખું કરવાની ટેકનીક્સનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ખુબ જ ઉર્જા, મહેનત અને સમય લાગે છે. આ એવા લોકો માટે બિલકુલ વ્યવહારિક છે નહી જ્યાં આ પ્રકારના કામ માટે સંસાધન અને પ્રક્રિયાઓ ઉપલબ્ધ છે નહી. આ ખાસ હાઈડ્રોજેલ હાઈડ્રોજન પેરોકસાઇડ ઉત્પન્ન કરે છે જેની બેક્ટેરિયાને ખત્મ કરવાની કારગરતા ૯૯.૯૯% છે.
શું ફાયદા છે એના.
હાઈડ્રોજન પેરોકસાઇડ એક્ટીવેટેડ કાર્બનના કણોની સાથે બેક્ટેરિયાની જરૂરી કોશિકા ઘટકો પર હુમલો કરીને એમના મેટાબોલીઝમને ખરાબ કરી દે છે. આ પ્રક્રિયામાં કોઈ ઉર્જા નથી લગાવવી પડતી અને એનાથી કોઈ પ્રકારના નુકસાનદાયક ઉપોત્પાદ પણ બનતા નથી. હાઈડ્રોજેલને સરળતાથી હટાવી શકાય છે અને પાણીમાં એના કોઈ અવશેષ પણ બચતા નથી.
એના સિવાય હાઈડ્રોજેલ અને આસવન (Distillation) પ્રક્રિયામાં પણ સુધારો લાવી શકે છે. પહેલા આ પ્રક્રિયાને ઉપકરણોમાં સુક્ષ્મ જીવો જમા થઈ જવાની ફરિયાદ મળતી રહે છે. હાઈડ્રોજેલ તેને અટકાવી શકે છે. હવે ટીમ હાઈડ્રોજેલના અલગ અલગ પ્રકારના રોગાણુ અને વાયરસની વિરુદ્ધ કારગર બનાવવાનું કામ કરી રહી છે. આની સાથે જ એને વ્યવસાયિક સ્તરે ઉત્પાદન કરવા લાયક બનવા જઈ રહ્યા છે.