પાકિસ્તાનમાં આવેલું છે 1500 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર
પાકિસ્તાનમાં આવેલું છે 1500 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર
આપણા દેશમાં એવા અનેક મંદિર બનેલા છે જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવતાં હોય છે. આવું જ એક મંદિર આવેલું છે પાકિસ્તાનમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો ભારતથી જતાં હોય છે. આમ તો પાકિસ્તાનમાં અનેક મંદિરો આવેલા છે પરંતુ તેમાં સૌથી વધારે પ્રખ્યાત પંચમુખ હનુમાનનું મંદિર છે. તો ચાલો આજે જાણી લો આ મંદિરની ખાસિયતો વિશે.
પાકિસ્તાનના કરાંચીમાં આવેલું છે પંચમુખી હનુમાનનું મંદિર, અહીં હનુમાનજીની ખાસ મુર્તિ સ્થાપિત છે. આ મૂર્તિમાં હનુમાનજીના પાંચ સ્વરૂપ જોવા મળે છે. આ પાંચ સ્વરૂપમાં નરસિંહ, આદિવારાગા, હયગ્રીવ, હનુમાન અને ગરુડ અવતારનો સમાવેશ થાય છે. મંદિર અંદાજે 1500 વર્ષ જૂનું છે અને અહીંની મૂર્તિ પણ હજારો વર્ષ જૂની છે. માન્યતા છે કે આ જગ્યાએ સ્વયં રામ ભગવાન પણ આવી ચુક્યા છે.
પંચમુખી હનુમાનની મૂર્તિ કોઈ વ્યક્તિએ બનાવેલી નથી. આ મૂર્તિ સ્વયંભૂ રીતે પ્રગટ થઈ છે. આ મૂર્તિ સિવાય મંદિરમાં સફેદ અને બ્લ્યૂ રંગનું એક 8 ફૂટ લાંબુ સ્ટેચ્યું છે જેને જોવા માટે પણ લોકો આવતાં હોય છે. પાકિસ્તાનમાં આવેલા આ મંદિરમાં દરેક ધર્મના લોકો દર્શન માટે આવે છે.