વજન ઘટાડવા માટે ડાયટમાં શામેલ કરો આ 4 વાનગીઓ.
આ રેસીપી બનાવવામાં ખૂબ સરળ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી છે જે પણ મિત્રો વજન ઘટાડવા માટે ટ્રાય કરી રહ્યા છે તેમણે તેમના નિયમિત ડાયટમાં આ વાનગીઓ શામેલ કરવી જોઈએ. ચાલો વધુ સમય ના બગાડતાં જોઈ લઈએ આ વાનગીઓ.
1. ઓટ્સ આવીરીતે બનાવીને ટ્રાય કરો.
સૌથી પહેલા એક જાર લો અને તેમાં અડધો કપ ઓટ્સ લો, તેમાં અડધો કપ નોન ફેટ દૂધ અને અડધો કપ સાદું નોન ફેર દહી મિક્સ કરો. હવે અડધું સફરજન કટ કરી લો. સફરજનની પાતળી પાતળી સ્લાઈસ કટ કરી ઉમેરો. આ સાથે થોડો તજ પાવડર ઉમેરો સાથે એક ચમચી ચિયા સીડ્સ તેની ઉપર છાંટો અને થોડું મધ ઉમેરો.
આ બધુ મિક્સ કરીને આખી રાત માટે ફ્રીઝમાં મૂકી દો. જો તમે સાંજે ખાવા માંગો છો તો સાંજે નાસ્તામાં પણ લઈ શકો છો તો તેના માટે સવારે આ વાનગી બનાવીને ફ્રીઝમાં મૂકી દો. આ રેસીપી વજન તો ઘટાડે જ છે સાથે શરીરને હેલ્થી બનાવવામાં મદદ કરે છે.
2. ખીરા કાકડી સલાડ.
જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારા ડાયટ પ્લાનમાં સલાડ જરૂર સામેલ કરો. સલાડમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે. તેના લીધે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. કાકડીનો ઉપયોગ તમે પણ કરતા જ હશો તો આ રીતે હવે બનવજો સલાડ.
એક વાસણમાં કટ કરેલ કાકડી, કટ કરેલ ડુંગળી અને બે કટ કરેલા ટામેટાં લો. આ ત્રણેને મિક્સ કરી તેમાં અડધો કપ કટ કરેલા ધાણા ઉમેરો. આ પછી તેમાં એક ચમચી લીંબુનો રસ, એક ચપટી મરી પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરો. આ પછી આ સલાડને ઉપયોગમાં લો.
3. સ્ટોરબેરી સ્મુધી.
સૌથી પહેલા 8 થી 10 સ્ટ્રોબેરી સાફ કરીને કટ કરી લો. પણ તેમાં અડધો કપ મલાઈ કાઢેલ ઉધ ઉમેરો સાથે એક કપ સાદું દહી ઉમેરો. હવે બે ચમચી વેનિલા સાથે એક બ્લેન્ડરમાં બધુ ઉમેરો. ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરો પણ જો વજન ઘટાડવું છે તો ખાંડ ઇગ્નોર કરો. હવે થોડા ટુકડા બરફ ઉમેરો. તેને બ્લેન્ડ કરીને ઘટ્ટ સ્મુધી બનાવી લો.
4. ચોકલેટ ચિયા સીડ્સનો હલવો.
એક મોટા વાસણમાં 60 ગ્રામ ચિયા બીજ લેવા અને તેમાં 400 એમએલ બદામનું દૂધ ઉમેરો આ દૂધ સાદું હોવું જોઈએ. હવે તેમાં ટર્ન ચમચી કોકો પાવડર ઉમેરો, બે ચમચી સિરપ અને અડધી ચમચી વેનીલા એકસટ્રેક્ટ ઉમેરો બધુ બરાબર મિક્સ કરો. હવે તેમાં એક ચપટી મીઠું ઉમેરો. વાસણને એક ક્લિયર રેપ થી ઢાંકી દો. આ પછી તે ઘટ્ટ થઈ જાય એટલે 4 કલાક માટે ફ્રીઝમાં મૂકી દો. આ પછી તમે ખાઈ શકો છો.