Monday, June 1, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

Interesting

તમારા મૂળાંક પરથી જાણો કયા વર્ષમાં થશે ભાગ્યોદય.

જ્યોતિષ શાસ્ત્રની માનીએ તો દરેકના જીવનમાં એવો ટાઈમ આવે છે જ્યારે તેના જીવનમાં દરેક વસ્તુ એકદમ સારી અને બરાબર રહે છે. કોઈપણ કામ કરે તો તેને સફળતા જ મળે છે, પરંતુ જીવનનો આવો સમય આવે છે ક્યારે તે વાતની ખબર મોટાભાગના લોકોને હોતી નથી.

આ સમય જીવનનો ઉત્તમ સમય હોય છે જેને ભાગ્યોદયનો કાળ કહેવામાં આવે છે. આ સમય ક્યારે આવે છે તે જાણવું હોય તો મૂળાંક પરથી જાણી શકાય છે. અંકશાસ્ત્ર પરથી જાણકારી મેળવો જીવનના ભાગ્યોદયના વર્ષની.

મૂળાંક જન્મતારીખ પરથી મેળવવામાં આવે છે. જન્મ તારીખમાં આવતાં તમામ આંકડાનો સરવાળો કર્યા બાદ જે અંતિમ આંકડો વધે છે તે મૂળાંક કહેવાય છે. મૂળાંક 1થી 9 વચ્ચે હોય છે. તો ચાલો હવે જાણો 1થી 9 મૂળાંક ધરાવતાં વ્યક્તિઓ માટે ઉંમરનો કયો તબક્કો ભાગ્યોદયનો સમય કયો ગણાય છે.

  • 1- મૂળાંક એક વાળા જાતકોનો સુવર્ણ સમય 22 વર્ષની ઉંમરનો હોય છે. આ સમયમાં તેને દરેક કાર્યમાં સફળતા મળે છે.
  • 2- મૂળાંક બે વાળા જાતકો માટે 24મું વર્ષ ભાગ્યોદય લાવે છે. આ વર્ષમાં જાતકને સફળતા, લાભ અને કિર્તી પ્રાપ્ત થાય છે.
  • 3- જેનો મૂળાંક ત્રણ હોય છે જેનો ભાગ્યોદય 32માં વર્ષમાં થાય છે. આ વર્ષ જીવનનું સૌથી સફળ વર્ષ સાબિત થાય છે.
  • 4- મૂળાંક ચારના જાતકો માટે ભાગ્યોદયનું વર્ષ 36 અને 42મું હોય છે. આ બંને વર્ષ અન્ય સમયની સરખામણીમાં શુભ માનવામાં આવે છે.
  • 5- પાંચ મૂળાંક ધરાવતાં જાતકો માટે 32મું વર્ષ સૌથી શ્રેષ્ઠ હોય છે. આ વર્ષમાં તે દરેક કામમાં સફળ થાય છે અને દરેક ઈચ્છા પૂરી પણ થાય છે.
  • 6- મૂળાંક ધરાવતાં લોકો માટે 25મું વર્ષ સફળતા અપાવનાર સાબિત થાય છે.
  • 7- મૂળાંક સાત હોય તે જાતકો માટે ભાગ્યોદયનો સમય 38 અને 44મું વર્ષ હોય છે.
  • 8- મૂળાંક આઠના જાતકો માટે ઉંમરનું 36મું અને 42મું વર્ષ શ્રેષ્ઠ સાબિત થાય છે.
  • 9- આ મૂળાંક ધરાવતાં લોકો માટે 28મું વર્ષ જીવનનો સુવર્ણ સમય સાબિત થાય છે.
  • તો આ પ્રમાણે તમારો મૂળાંક કયો છે અને તમારો ભાગ્યોદય ક્યારે થશે એ તો તમે જાણી જ ગયા હશો. આ જ માહિતી બીજા મિત્રો સાથે પણ શેર કરો.

    error: Content is protected !!
    Exit mobile version