શિયાળુ સ્પેશિયલ મેથીના લાડુ દીકરી, વહુ અને બહેનો માટે ખાસ બનાવો આ લાડુ.

કેમ છો મિત્રો? જય જલારામ. શિયાળાની બરાબર શરૂઆત થઇ ગઈ છે. તો તમે વસાણા અને બીજું ઘણું હેલ્થી ખાવાનું પણ શરુ કરી દીધું હશે જો ના તો પછી ચાલો આજે હું તમને શીખવાડું મેથીના લાડુ બનાવતા. આ મેથીના લાડુ જો ગર્ભવતી મહિલાઓ કે પછી કોઈપણ મહિલા એ ખાશે તો તેને કમરનો દુખાવો અને બીજા ઘણા દુખાવામાં રાહત રહેશે.

આ લાડુ દરેક માતાએ બનાવવા જોઈએ પોતાની માટે તો બનાવવા જ જોઈએ સાથે તમારી દીકરી, વહુ અને બીજી આપણા પરિવારની મહિલાઓ માટે બનાવવા જોઈએ તો ચાલો આજે આપણે બનાવીશું મેથીના લાડુ. આ શિયાળામાં ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

  • ઘી
  • ઘઉંનો કરકરો લોટ
  • ચણાનો કરકરો લોટ
  • અડદનો કરકરો લોટ
  • મખના પાવડર
  • મગજતરી ના બી
  • કોપરાનું છીણ
  • દ્રાક્ષ
  • પિસ્તા, અખરોટ
  • ગુંદર
  • મેથી પાવડર
  • ઈલાયચી પાવડર
  • કાજુ, બદામ
  • ફ્રેશ મલાઈ
  • ગંઠોડા પાવડર
  • સૂંઠ પાવડર
  • ખસખસ

રીત-

1- સૌથી પહેલા આપણે જાડા તળિયાવાળી કડાઈ લઈશું. અને દોઢ સો ગ્રામ લઈશું. અને ૨૦૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ લઈશું. તે તેમાં એડ કરીશું.

2- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેને શેકી લઈશું. વસાણા બનાવતી વખતે ગેસ ધીમો જ રાખવાનો હોય છે. જેથી તેનો ટેસ્ટ પણ સારો છે અને કલર પણ સારો આવશે.

3- જો ફાસ્ટ ગેસ પર રાખીશું તો લોટ બળી જશે.અને તેનો ટેસ્ટ પણ સારો નઈ આવે. હવે લોટ સેકાઈ જવા આવ્યો છે. અને હવે તેમાં બે ચમચી અડદનો કકરો લોટ નાખીશું. અને બે ચમચી ચણાનો કકરો લોટ નાખીશું.

4- આ સ્ટેજ ઉપર ઘી ઓછું લાગે છે તો આપણે એક ચમચી એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.

5- હવે તેમાં એક ચમચી મગજતરીના બી નાખીશું. અને 50 ગ્રામ કોપરાનું છીણ નાખીશું. અને એક મોટી ચમચી મખના પાવડર નાખીશું.

6-હવે તેમાં 1 મોટી ચમચી ગુંદર નાખીશું. આવા ગરમ ગરમ લોટમાં ગુંદર નાખશો તો સરસ ફુલી જશે. જેથી આપણા દાંત માં ચોંટે નહી.

7- હવે આપણે એક મોટી ચમચી દ્રાક્ષ નાખીશું. હવે તેમાં એક મોટી ચમચી પિસ્તા સમારેલા અને 1 મોટી ચમચી અખરોટના ટુકડા નાખીશું.

8- હવે તેમાં બે ચમચી કાજુ અને બે ચમચી બદામ નાખીશું. તેમાં એક ચમચી ભુક્કો અને એક ચમચી સમારીને નાખીશું. અને એક મોટી ચમચી ગંઠોડા પાવડર નાખીશું.

9-હવે તેમાં એક મોટી ચમચી સૂંઠ પાવડર નાખીશું. હવે આપણે એક ચમચી ખસખસ નાખીશું. તેમાંથી થોડી ખસખસ રહેવા દઇશું ગાર્નીશિંગ માટે.

10-હવે આપણે નાખીશું 3 મોટી ચમચી મેથીનો પાવડર એડ કરીશું.હવે તેને બધું સરસ મિક્સ કરી લઈશું. હવે તેમાં બે ચમચી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું.હવે બરાબર હલાવી લઈશું.

11- હવે તેમાં નાની ચમચી ઈલાયચી પાવડર નાખીશું. હવે તેમાં અઢીસો ગ્રામ ગોળ નાખીશું. હવે બરાબર મિક્સ કરી લઈશું. આપણો ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી તેને બરાબર હલાવીશું.

12- હવે આપણે ગેસ બંધ કરી દઈશું. અને એક થાળીમાં તેને કાઢી લઈશું. અને તેમાં પાથડી લઈશું. અને જો તમારે લાડવા વાળવા હોય તો આ સ્ટેજ પર થોડું ગરમ હોય ત્યારે જ હાથમાં લઈને વાળી લેવાના.

13- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા મેથીના લાડુ તૈયાર થઈ ગયા છે. તો તમે શિયાળામાં ચોક્કસથી આ રેસિપી થી બનાવજો.

વિડિઓ રેસિપી :

YouTube video player

error: Content is protected !!
Exit mobile version