ઘરે જ બનાવો મેથી સ્કિન લાઈટનિંગ ફેસ ક્રીમ, ત્વચા પર આવી ગયેલ દાગ- ધબ્બાને કરી દેશે દુર.

મેથીમાં કેટલાક પ્રકારના આયુર્વેદિક ગુણ મળી આવે છે. મેથી ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબ જ લાભકારક સાબિત થાય છે. મોટાભાગના લોકો મેથી દાણાનો ઉપયોગ વાળને સુંદર બનાવવા માટે કરતા હોય છે. પરંતુ શું આપ જાણો છો કે, મેથી દાણા સ્કિન લાઈટિંગ ફેસ ક્રીમની મદદથી આપ આપની ત્વચામાં નિખાર લાવી શકો છો.

જી હા, મેથી દાણામાં રહેલ વિટામિન એ, વિટામિન સી અને અન્ય કેટલાક પ્રકારના પોષકતત્વો ના ફક્ત આપની વધતી ઉમરના પ્રભાવોને દુર કરે છે, ઉપરાંત ત્વચા પર પડી ગયેલ ડાર્ક સર્કલને હંમેશા માટે દુર કરી દે છે.

જો ચહેરા પર ખીલ થઈ જવાના લીધે દાગ- ધબ્બા વધારે જોવા મળે છે તો આપે આ મેથી દાણા ફેસ ક્રીમ જરૂરથી લગાવવી જોઈએ. આ મેથી દાણા ફેસ ક્રીમ આપના ચહેરા પર આવેલ દાગ- ધબ્બાને હંમેશા માટે ખત્મ કરી દેશે.

શું આપ ખરેખરમાં પોતાના ચહેરાને ખુબસુરત અને યુવાન બનાવી રાખવા ઈચ્છો છો. તો આવી રીતે બનાવો મેથી દાણા સ્કિન લાઈટિંગ ફેસ ક્રીમ.
મેથી દાણા સ્કિન લાઈટિંગ ફેસ ક્રીમ બનાવવાની સામગ્રી.

  • -૧ ટેબલસ્પુન આખા મેથી દાણા,
  • -૧/૨ કપ પાણી,
  • -૧ ટેબલસ્પુન હળદર પાઉડર,
  • -૧- ૨ ટેબલસ્પુન એલોવેરા જેલ,
  • -૧- ૨ ટેબલસ્પુન તૈયાર કરવામાં આવેલ મેથી દાણાનું મિશ્રણ.
  • સ્કિન લાઈટિંગ ફેસ ક્રીમ બનાવવાની વિધિ.

  • -સ્કિન લાઈટિંગ ફેસ ક્રીમ બનાવવા માટે સૌથી પહેલા આપે મેથી દાણાને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લેવા જોઈએ.
  • -જયારે મેથી દાણા મિક્સરમાં સારી રીતે પીસાઈ જાય છે તો તેને આપે એક વાસણમાં કાઢી લેવા જોઈએ.
  • -હવે આપે એક પેનમાં પાણી અને પીસવામાં આવેલ મેથી દાણાનો પાઉડર નાખીને ધીમા તાપે ગરમ કરી લો.
  • -જયારે મેથી દાણા એકદમ રંધાઈ જાય છે તો આપે તેમાં હળદરનો પાઉડર નાખીની થોડીક વાર સુધી રાંધી લો.
  • -જયારે મેથી દાણાનું આ મિશ્રણ ઘાટું થઈ જાય છે તો તેને ગેસ પરથી ઉતારી લેવું જોઈએ.
  • -હવે આપે મેથી દાણાના મિશ્રણને ગળણીની મદદથી ગાળી લેવું જોઈએ.
  • -હવે આપે તૈયાર થયેલ મિશ્રણમાં એલોવેરા જેલ ભેળવીને એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિઝમાં રાખી દેવી જોઈએ.
  • -હવે એને રાતના સમયે આપ પોતાની સ્કિન પર આખી રાત લગાવીને રહેવા દો.
  • સવારના સમયે આ ક્રીમને પાણીથી ધોઈ લેવી જોઈએ. કેટલાક અઠવાડિયાઓમાં જ ત્વચાના દાગ- ધબ્બા હંમેશા માટે ખતમ થઈ જશે.
    રોજ નિયમિત રીતે આ ક્રીમ ચહેરા પર લગાવવાથી આપને કેટલાક દિવસોમાં ફરક જોવા મળશે. આપની ત્વચા દમકતી અને ખીલખીલાતી ત્વચા માટે આપને આ ઉપાય અપનાવવાની જરૂરિયાત છે.

    error: Content is protected !!