લીંબુના રસને નાહવાના પાણીમાં બરાબર મિક્સ કરી નાહવાથી મળે છે આટલા બધા ફાયદા.
લીંબુની અંદર એન્ટિમાઇક્રોબાયલ, એન્ટીબેક્ટેરિયલ ગુણ, વિટામિન સી, સાઇટ્રિક એસિડ, એન્ટિ-એજિંગ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ વગેરે હોય છે, જે ત્વચાને ઘણી સમસ્યાઓથી દૂર રાખી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ લીંબુ પાણીથી સ્નાન કરે તો ત્વચાને ઘણા ફાયદા થઈ શકે છે. આજનો લેખ આ ફાયદાઓ પર છે. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે લીંબુ પાણીથી નહાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
1. સ્કીન પરની કરચલીથી રાહત : જેમ જેમ ઉમર વધે છે તેમ વ્યક્તિની ચામડીમાં ઢીલાસ આવતી જાય છે. તમને જણાવી દઈએ કે સ્કીન પરની કરચલીઓ દૂર કરવા માટે લીંબુનો રસ તમને ખૂબ કામ આવશે. તમે નાહવાના પાણીમાં લીંબુ રસને સારી રીતે મિક્સ કરી લો અને બનેલ મિશ્રણથી નાહી લો. આમ કરવાથી ફક્ત કરચલીઓ દૂર થશે અને સાથે સાથે વ્યક્તિની સ્કીન કડક થશે.
2. શરીરની દુર્ગંધને દૂર કરશે : જ્યારે ઉનાળામાં આપણે ક્યાંય પણ બહાર જઈએ કે ના જઈએ પણ પરસેવો ખૂબ થતો હોય છે. આ સાથે કપડાંમાં પરસેવો ભળવાથી ખૂબ વાસ આવતી હોય છે. આ દુર્ગંધને દૂર કરવા માટે લીંબુનો રસ ખૂબ કામ લાગશે. તમારા નાહવાના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી દો. પછી ખૂબ સારી રીતે આ પાણીથી નાહી લો. આમ કરવાથી શરીરમાંથી ગંધ દૂર થશે અને તમે ફ્રેશ અનુભવશો.
3. ડાઘ ધબ્બાથી છુટકારો : તમને જણાવી દઈએ કે લીંબુની અંદર સાઈટ્રિક એસિડ હોય છે, જે માત્ર શરીરની ગંદકી દૂર કરવામાં જ ઉપયોગી નથી, પરંતુ લીંબુની અંદર રહેલ બ્લીચિંગ પ્રોપર્ટી પણ ત્વચાના ડાઘ-ધબ્બાથી રાહત મેળવવામાં તમારા માટે ખૂબ કામ આવી શકે છે. આ સ્થિતિમાં, લીંબુના પાણીથી સ્નાન કરો. આમ કરવાથી તમે ત્વચા પરના ડાર્ક સ્પોટ્સથી રાહત મેળવી શકો છો.
4. સ્કીનમાં ચમક આવે છે. : લીંબુમાં વિતમીન સી હોય છે જે સ્કિનની બાકીની સમસ્યા તો દૂર કરે જ છે સાથે સાથે તે સ્કીનને ચમકદાર પણ બનાવે છે. એવામાં જો તમે પણ તમારી સ્કીનને ચમકદાર બનાવવા માંગો છો તો લીંબુના રસને નાહવાના પાણીમાં મિક્સ કરીને નાહવાનું રાખો.
5. ઓઈલી સ્કીન માટે રાહત : તમે ઘણા લોકોને જોયા હશે કે જેમની સ્કીન ખૂબ ઓઈલી હોય છે. એવામાં આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટે લીંબુના રસ મિક્સ કરેલ પાણીથી નાહવું ખૂબ ફાયદાકારક રહેશે. આમ કરવાથી વધારાનું તેલ સ્કીન પરથી દૂર થાય છે. વધારે ઓઈલી સ્કીનના લીધે વ્યક્તિને પીઠ, ચહેરા અને છાતી પર ખીલ થતાં હોય છે. એટલે તમારે નાહવાના પાણીમાં લીંબુ રસ મિક્સ કરીને નાહવું જોઈએ.