જેમને કરેલા પસંદ નથી તેઓ પણ આંગળી ચાટતા રહી જશે, એકવાર બનાવશો તો વારંવાર બનાવશો.

કડવા કરેલા બનાવવાના છે એવું જ્યારે જ્યારે મમ્મી કહે એટલે ઘરમાં મોટા ભાગના લોકોના ચહેરા જોવા જેવા થઈ જતાં હોય છે. ઘરના મોટા સંતાનો તો કોઈને કોઈ બહાનું કરીને ઘરે જમતા નથી અને બહારથી ટેસ્ટી ભોજન કરતાં હોય છે. પણ ઘરમાં જે નાના સંતાનો કે હોય છે કે જેમને મમ્મી જબરજસ્તી આ કરેલાનું શાક ખવડાવતા હોય છે એ સમયે આ બાળકઓના ચહેરા જોવા જેવા હોય છે.

પણ તમને જણાવી દઈએ આજે અમે કરેલાને એક એવી વાનગી લઈને આવ્યા છીએ કે જએ ખાવાથી ઘરમાં બધા કરેલા ખાઈ પણ લેશે અને તેમને ખબર પણ નહીં પડે કે તેમણે કરેલા ખાઈ લીધા. હા સાંભળીને સોરી વાંચીને થોડું અજીબ લાગ્યું હશે પણ આ સાચી વાત છે. આ વાનગી જ એવી છે કે બધાને ખૂબ પસંદ પણ આવશે અને જો એકવાર કોઈ આ ખાઈ લેશે તો વારંવાર આ વાનગી બનાવવા માટેની ફરમાઇશ આવશે. અને હા ખાસ વાત આ પેજ જો તમે હજી ફોલો નથી કર્યું તો પ્લીજ ફોલો કરજો.

આજે હું તમને કરેલાની બે વાનગીઓ શિખવાડીશ તો ચાલો પહેલા પહેલી વાનગીની સામગ્રી જોઈ લઈએ.

સામગ્રી

  • કરેલા
  • તેલ
  • જીરું
  • હિંગ
  • મગફળીનો ભૂકો
  • નારિયળ ક્રશ કરેલ
  • તલ
  • હળદર
  • લાલ મરચું
  • ખાંડ
  • લીંબુ
  • મીઠું
  • ચાટ મસાલો

હવે જોઈ લઈએ કરેલાની આ પહેલી વાનગી બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસીપી.

1. સૌથી પહેલા કરેલાને કાપી લો અને તેના બીજ કાઢી લેવા.

2. કરેલાની કડવાશ ઓછી કરવા માટે કાપેલ કારેલાને મીઠાના પાણીથી ધોઈ લો આ પછી કરેલાને પાણીમાંથી કાઢો ત્યારે નિચોવી લો.

3. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો.

4. તેલ ગરમ થવા પર તેમાં જીરું ઉમેરો જીરાના તતડવા પછી તેમાં હિંગ ઉમેરો અને પછી તેમાં કરેલા ઉમેરો.

5. ધ્યાન રાખજો કરેલા ઉમેરીને બધુ 5 થી 8 મિનિટ ચઢવા દેવાનું છે. જ્યારે લાગે કે હવે ચઢી ગયા છે ત્યારે જ તેમાં સીંગદાણા, નારિયળ, તલ અને બાકીના બધા મસાલા બધુ જ ઉમેરી લો.

6. બધુ બરાબર મિક્સ કરી લો. હવે તમે જોઈ શકશો કે આ વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે.

હવે આપણે કરેલામાંથી બીજી એક ટેસ્ટી અમે મસાલેદાર વાનગી શીખીશું. સૌથી પહેલા આપણે જોઈ લઈશું આ વાનગીની સામગ્રી

  • કરેલા
  • મીઠું
  • તેલ
  • લીલા મરચાંની પેસ્ટ
  • લસણની પેસ્ટ
  • તલ
  • હળદર
  • ધાણા પાવડર
  • ગોળ કે ખાંડ

હવે જોઈ લઈએ કરેલાની આ બીજી વાનગી બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસીપી.

1. સૌથી પહેલા કરેલાને નાના નાના પીસમાં કટ કરી લો. હવે તેને મીઠાવાળા પાણીમાં પલાળીને તેને થોડીવારમાં નિચવી લો.

2. હવે તેલ મૂકીને કરેલાને ચઢવા માટે મૂકી દો.

3. આ કરેલા થોડા અધકચરા ચઢે એટલે તેમાં બાકીની ચટણીઓ અને મસાલા ઉમેરવા. આ બધુ બરાબર મિક્સ કરી લેવું. અને 3 મિનિટ ચઢવા દેવું.

4. હવે સૌથી છેલ્લે ખાંડ કે ગોળ ઉમેરો. તમે જોશો કે ગરમ ચટણીમાં ગોળ તરત જ ઓગળી જશે.

5. હવે તૈયાર થયેલ ચટણીને એક એરટાઈટ ડબ્બામાં ભરી લો.

6. જેમને કરેલા પસંદ નથી તેમને પણ આ ચટણી ખૂબ પસંદ આવશે અને ખબર પણ નહીં પડે કે કરેલાની આ ચટણી છે.

હવે તમારા માટે કરેલા સંબંધિત કેટલીક ખાસ ટિપ્સ.

1. કરેલાની ચટણી પરફેક્ટ બનાવવા માટે ખાસ જરૂરી છે કે કરેલાની કડવાસ દૂર થાય. તો જો તમે જલ્દી કરેલાની કડવાસ દૂર કરવા માંગો છો તો કરેલાને કટ કરી લો પછી તેમાં થોડું મીઠું ઉમેરો પછી એ કરેલાને મીઠા સાથે બરાબર મિક્સ કરી લેવા.

2. સહેજ વાર એમ જ રહેવા દો. 2 થી 3 મિનિટમાં જ તમે જોઈ શકશો કે કરેલામાંથી પાણી છૂટ્યું હશે. હવે કરેલાને હાથમાં દબાવીને તેમાંથી બધુ પાણી કાઢી લેવું. આ પાણી સાથે કરેલાની કડવાસ નીકળી જશે.

3. હવે તમને જણાવી દઈએ કે ફક્ત આ વાનગીમાં જ નહીં પણ કોઈપણ વાનગીમાં જ્યારે પણ નારિયળની જરૂરત હોય તો ટ્રાય કરો સૂકું નારિયળ વાપરો ટેસ્ટમાં ઘણો બધો બદલાવ આવશે.

4. જ્યારે પણ કરેલાની ચટણી બનાવો તો તેમાં બને એટલું તેલ ઓછું યુઝ કરો. તો અને તો જ તેનો ટેસ્ટ વધુ સારો આવશે.

દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.

error: Content is protected !!
Exit mobile version