કરીના કપૂર જએવી ફૂલ ગુલાબી સ્કીન મેળવવા માંગો છો?
કરીના કપૂર એ ખૂબ સુંદર અને એક સારી અભિનેત્રી છે. દેખાવમાં પણ તે ખૂબ સુંદર છે. 41 વર્ષની કરીના ખૂબ સુંદર દેખાય છે અને સાથે તમને જણાવી દઈએ કે કરીના બે દીકરાઓની માતા પણ છે. બે બાળકો હોવા છતાં તે દેખાવમાં હજી પણ યંગ જ લાગે છે. કરીનાની સ્કીન ખૂબ સોફ્ટ અને ચમકદાર રહે છે. દરેક યુવતીનું સપનું હોય છે કે તેનો ચહેરો પણ હમેશાં યુવાન અને ચમકદાર રહે. તો આજે અમે તમને જાનવશું કરીના કપૂરના રૂટિન સ્કીન વિષેની રસપ્રદ માહિતી.
કરીના કપૂરે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે દરરોજ તેની ત્વચા પર બદામનું તેલ લગાવે છે. એક અગ્રણી ફેશન મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કરીના કપૂરે કહ્યું હતું કે “જે દિવસોમાં હળવા મૂડ હોય છે, તે દિવસે હું મારી ત્વચાને ખાસ કરીને બદામના તેલથી પોષણ આપું છું.”
તમને જણાવી દઈએ કે બદામનું તેલ એ એક નહીં પણ ઘણીબધી રીતે ફાયદાકારક છે. તેમાં એંટી-ઇનફલમેટ્રી ગુણ રહેલ હોય છે. જો તમે આનો ઉપયોગ સ્કીન માટે કરો છો તો તમને તમારી સ્કીન હેલ્થી મળશે આ સાથે સાથે તમારા ચહેરા પર કરચલીઓ પણ દૂર કરવામાં મદદ મળશે. જે લોકોની ઉમંર વધી રહી છે અને ચહેરા પર સતત કરચલીઓ વધી જશે એવી બીક લાગી રહી છે તો તેમણે આ બદામનું તેલ વાપરવું જોઈએ. તમને જણાવી દઈએ કે કરીના કપૂર આજે જે ઉમરે પહોંચી છે એ ઉમરમાં સામાન્ય મહિલાના ચહેરા પર અનેક કરચલીઓ અને ખૂબ નિસ્તેજ સ્કીન હોય છે.
પણ કરીના કપૂર પણ આ બદામ તેલને વાપરે છે અને તેના લીધે જ તેની સ્કીન એકદમ ચમકદાર અને કરચલી વગરની જોવા મળે છે. આજે અમે તમને આ બદામના તેલ વિષે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી જણાવી રહ્યા છે. બદામના તેલમાં વિટામીન-ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચાના કોષોની પુનઃ વૃદ્ધિમાં મદદ કરે છે અને ત્વચાની સ્થિતિસ્થાપકતામાં વધારો કરે છે. આ પણ એક કારણ છે, જેના કારણે કરીના કપૂર ત્વચા પર બદામના તેલનો ઉપયોગ ચોક્કસપણે કરે છે.
કરીનાએ બદામના તેલની ઘણી ખૂબીઓ કહી છે. તેણે કહ્યું છે કે આપણાં લેજી સમયમાં બદામનું તેલ આપણી સ્કીનને પોષણ આપે છે, સ્કીન પર રહેલ ખરબચડી સ્કીનને દૂર કરવા માટે પણ બદામનું તેલ ખૂબ ફાયદાકારક હોય છે. કરીના જણાવે છે કે જો બદામ તેલને દહી સાથે મિક્સ કરીને લગાવવા થી સ્કીન ચમકદાર બને છે.
બદામ તેલમાં વિટામિન એ હોય છે જે સ્કીનને પ્રાકૃતિક રીતે કાર્યરત કરે છે. આ કારણે જ તમને પણ કરીનાના ચહેરા પર તમને ક્યારેય ખીલ કે પછી કોઈ ફોલ્લીઓ જોવા મળશે નહીં. મેકઅપ આર્ટિસ્ટ અને બ્યુટી એક્સપર્ટ દુષ્યંત કુમારનું કેવું કહેવું છે કે અદમના તેલનો ઉપયોગ તમે સ્કીન પર મસાજ કરવા માટે પણ કરી શકો છો.
આ સાથે આ તેલનો ઉપયોગ તમે ક્લીનજર તરીકે પણ કરી શકો છો. તમારા સ્કીનને મેકઅપની પ્રોડકસ્ટથી થતાં નુકશાનથી બચવા માટે કામ કરે છે. તેમણે એવું પણ કહ્યું છે કે દરેક પ્રકારની સ્કીન માટે બદામનું તેલ ખૂબ ફાયદાકારક રહે છે. બદામના તેલને તમે મેકઅપ રિમૂવ કરવા માટે વાપરી શકો છો.
કરીના કપૂરે તેની બહેન અને બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર પાસેથી ત્વચા પર બદામના તેલ સાથે દહીં મિક્સ કરીને લગાવવાની રેસીપી શીખી હતી. તેણી તેની બહેન કરિશ્મા કપૂરની ત્વચા સંભાળની પદ્ધતિની પણ પ્રશંસા કરે છે. કરીના કપૂરનું કહેવું છે કે “મારો પરિવાર અને ખાસ કરીને મારી બહેન કરિશ્મા બદામનું તેલ અને દહીં મિક્સ કરીને 30 મિનિટ સુધી મારા ચહેરા પર લગાવવાનું પસંદ કરે છે.” હવે તમે જાણી જ ગયા હશો કે કરીના કપૂરની સુંદરતાનું રહસ્ય શું છે. અભિનેત્રીની સુંદરતાનું રહસ્ય છે આ દેશી રેસિપી, જેનો ઉપયોગ કરવાથી 41 વર્ષની કરીના કપૂરના ચહેરા પર ચમક રહે છે.