લાઇટબિલમાં કરવા માંગો છો ઘટાડો? ઇસ્ત્રી કરવા સમયે રાખો આ વાતોનું ધ્યાન.
ઇસ્ત્રીવાળા કપડા દરેક લોકોને પહેરવા ગમતા હોય છે. જો તમે ઇસ્ત્રીવાળા કપડા પહેરીને કોઇ ફંક્શનમાં જાઓ છો તો તમારી પર્સનાલિટી એકદમ અલગ જ પડે છે. અનેક સ્ત્રીઓ કપડાને ઇસ્ત્રી ઘરે કરે છે તો કેટલાક લોકો ઇસ્ત્રી કરવા માટે કપડા બહાર આપતા હોય છે. કેટલાક લોકો પોતાના ઘરનું બજેટ વધી જવાને કારણે પણ તેઓ ઇસ્ત્રીના કપડા બહાર આપતા હોતા નથી.
આમ, જો તમે ઘરે ઇસ્ત્રી કરો છો તો તમારે અનેક વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે કારણકે જો તમે ઇસ્ત્રી કરતી વખતે અમુક વાતોનુ ધ્યાન નથી રાખતા તો તમારા કપડાને અનેક ઘણું નુકસાન થાય છે અને કપડાનુ આયુષ્ય પણ ઓછુ થઇ જાય છે. માટે જો તમે ઇસ્ત્રી કરતી વખતે આ ટિપ્સ ફોલો કરશો તો તમારા કપડાને કોઇ પણ પ્રકારનુ નુકસાન નહિં થાય અને લોન્ગ ટાઇમ સુધી કપડા સચવાશે પણ ખરા. જો આ ટિપ્સને રેગ્યુલરલી ફોલો કરશો તો તમારા કપડાની ચમક લોન્ગ ટાઇમ સુધી એવીને એવી જ રહેશે. તમને જણાવી દઇએ કે, જો તમે કપડાને ઇસ્ત્રી વખતે આ વાતોનુ ધ્યાન રાખશો તો તમારું લાઇટબિલ પણ ઓછુ આવશે.
કપડાં પ્રેસ કરો તે જગ્યા મુલાયમ હોવી જોઇએ : અનેક લોકો ઇસ્ત્રી કરતી વખતે મોટી ભૂલ કરે છે. આ એ છે કે તે લોકો ઇસ્ત્રી ટેબલ પર કપડાંની નીચે ચાદર કે કંઇ રાખતા નથી. જેની પર કપડાં પ્રેસ કરો છો તે જગ્યા મુલાયમ હોય તેનું ધ્યાન રાખો. તેનાથી કપડાં પર ક્રીસ રહેશે નહીં. જો તમે આ ભૂલ કરો છો તો તમારા કપડાનો કલર જલદી ઝાંખો પડી જાય છે.
પાણીનો છંટકાવ કરો : જ્યારે પણ તમે કપડાને પ્રેસ કરો તે પહેલા કપડા પર પાણીનો છંટકાવ કરો અને તેને થોડીવાર એમને એમ જ રહેવા દો. આ સિવાય તમે એવી ઇસ્ત્રી પણ ખરીદી શકો છો જેમાં પાણી ભરીને સાથે જ છાંટી શકાય. આમ કરવાથી કપડાંની કરચલીઓ જલ્દી ભાગી જાય છે. જો તમે પણ ઇસ્ત્રીના કપડા કરતી વખતે આ વાતનુ ખાસ ધ્યાન રાખશો તો તમારા કપડાને ઇસ્ત્રી એકદમ કડક થશે અને પહેર્યા પછી તે લાગશે પણ મસ્ત.
કપડાની સફાઇ પર ધ્યાન રાખો : જ્યારે તમે કપડાને પ્રેસ કરો એ પહેલાં અને પછી આયરન બોક્સને સાફ કરવાની આદત પાડો. ગંદી ઇસ્ત્રી કપડા પર ફેરવવાથી તેના પર ડાઘા પડી જાય છે. આ માટે જ્યારે તમે કપડાને ઇસ્ત્રી કરવા બેસો છો ત્યારે પહેલા ઇસ્ત્રીને સાફ કરી લો અને પછી જ કપડા પર ફેરવો.
એક જ વાર ઇસ્ત્રી કરી લેવી : તમારી પાસે ઇસ્ત્રી કરવા માટે વધારે કપડા છે તો તમે તેને બે ભાગમાં વહેંચીને થોડી થોડી વારે ઇસ્ત્રી કરો.
હીટ સેટિંગ : જરૂરી નથી કે દરેક કપડાને એક જ પ્રકારની હીટ જોઇએ. દરેક કપડાને અલગ-અલગ પ્રકારની હીટની જરૂરિયાત હોય છે. જો તમે દરેક કપડાને એક જ પ્રકારની હીટ આપો છો તો નાજુક કપડા બળી જાય છે અને ઇસ્ત્રી પણ બરાબર થતી નથી. કોટન, લિનન વગેરે અલગ અલગ પ્રકારના કપડાને માટે અલગ હીટ સેટિંગની આવશ્યકતા રહે છે. જો કપડાં નાજુક છે તેને લો ટેમ્પ્રેચર અને કોટનના કે જીન્સના ક્લોથ છે તો તેને હાઇ ટેમ્પ્રેચર પર પ્રેસ કરવાની આદત પાડો.
દરરોજ આવી અવનવી રસપ્રદ માહિતી, જાણવા જેવી માહિતી, ટેસ્ટી વાનગીઓ અને બીજું ઘણું બધુ શીખવા અને જાણવા અમારું પેજ લાઇક જરૂર કરજો.