જીવનની બધી સમસ્યાઓનો આવી જશે અંત અપનાવો આ ખાસ વાતો. થશો સુખી અને સફળ.
આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રમાં જણાવેલ વાતો જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં અપનાવે છે તો તેમના જીવનની બધી સમસ્યાઓ દૂર થઇ જાય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય તેનો તેઓ સરળતાથી સામનો કરી શકે છે. આચાર્ય ચાણક્યએ જીવનના દરેક મુશ્કેલ સમય પહોંચી વળવા માટેની અનેક ઉપયોગી વાતો કહી છે. તેમની વાતો વ્યક્તિ જીવનમાં ઉતારે છે તો તે કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે. વ્યક્તિ પોતાના શત્રુ ઉપર પણ સરળતાથી વિજય મેળવી શકે છે. આજે અમે તમને એવી જ કેટલીક કામની અને મહત્વની વાતો જણાવશું.
1. આચાર્ય ચાણક્ય જણાવે છે કે તમે જો નબળા છો અને તમારાથી કોઈ કામ બનવું શક્ય નથી તો તમને જણાવી દઈએ કે તમારે તમારી નબળાઈ એ તમારા પ્રતિસ્પર્ધી કે પછી એવા લોકો કે જેઓ તમને સફળ થતા જોઈ નથી શકતા તેમને જાણ થવા દેશો નહિ. તમારી નબળાઈ તમે જાણો લોકોને જણાવીને બધાને વધારે વાતો કરવાના ચાન્સ આપશો નહિ.
2. આચાર્ય ચાણક્ય જણાવે છે કે જૂની વાતો ક્યારેય પણ યાદ રાખવી જોઈએ નહિ, ભૂતકાળની એવી વાતો જે તમને જીવનમાં હંમેશા દુઃખ જ આપવાની છે એવી વાતો ક્યારેય પણ યાદ કરવી જોઈએ નહિ. એવી વાતો હંમેશા તમારી સાથે ચોંટેલી રહેશે. એટલે જો જીવનમાં આગળ વધવા માંગો છો તો ક્યારેય પણ જૂની વાતો દિલમાં દબાવીને રાખશો નહિ.
3. જો તમે સાચું સુખ મેળવવા માંગો છો તો એ કામ કરો જે કામ કરવાથી તમારી આત્મા ખુશ થાય. બાહ્ય સુખ જેવા કે ભૌતિક સુખ કે જેનાથી તમારા શરીરને સુખ મળે છે એમાં સતત ડૂબેલા ના રહેવું જોઈએ. તમારી અંદરની વાતને સમજો.
4. આજના સમયમાં લોકો પૈસાને ખુબ મહત્વ આપે છે જો કે આજના સમયમાં પૈસા જ છે જે બધે બોલે છે પણ તમને જણાવી દઈએ કે ક્યારેય પણ ખોટી રીતે જલ્દીથી પૈસા કમાઈ લેવાની દાનત રાખશો નહિ. આવા રૂપિયા કમાઈને તમે રાત્રે શાંતિથી ઊંઘી શકશો નહિ. તમને સતત ડર રહેશે કે રખેને તમારી હકીકત જો બધાની સામે આવી ગઈ તો? એટલે ક્યારેય પણ એવું કામ ના કરશો જેનાથી તમારી આત્મા તમારી સાથે ના હોય.
5. જીવનમાં મિત્રો ખુબ જરૂરી છે પણ એવા મિત્રો ક્યારેય ના બનાવશો જેના લીધે તમે ભવિષ્યમાં કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાવ. જો તમે કોઈ વ્યક્તિને ઓળખો છો કે જે ખુબ દુષ્ટ છે અને હંમેશા દરેક કામમાં કોઈને કોઈ રીતે ફક્ત પોતાનો જ ફાયદો જુએ છે તો તેવા વ્યક્તિઓથી હંમેશા દૂર રહો.