ખાલી બોટલની મદદથી ગમે એટલા ઊંચા ઝાડ પરથી પણ ફળ તોડી શકશો, સસ્તી અને અસરકારક જુગાડની રીત.

પીએમ મોદીજીનો એક વાઇરલ મીમ તમે પણ જોયું જ હશે જેમાં તેઓ કહી રહ્યા છે કે આપણાં દેશમાં ઘણા બધા હોશિયાર લોકો છે, તેમની પ્રતિભાને લોકો સમક્ષ લાવવાની જરૂરત છે. તો આજે અમે તમારી માટે એવા જ એક જુગાડુ મિત્ર વિષે વાત કરી રહ્યા છે. આ તો સોશિયલ મીડિયા છે તો આપણે વિશ્વના કોઈપણ ખૂણામાં રહેલ વ્યક્તિની શક્તિ અને તેની પ્રતિભા વિષે જાણી શકીએ છીએ. તો સોશિયલ મીડિયા પર હમણાં એવો જ એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

આ વ્યક્તિએ ખાલી પડેલ કોલ્ડડ્રિંકની બોટલ ફેંકી નહીં પણ તેનાથી એક એવી વસ્તુ બનાવી દીધી કે જેનાથી વ્યક્તિની મહેનત અડધી થઈ જશે. આ જુગાડથી આપણાં ખેડૂત મિત્રો કે જેઓ ફળ અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે તેમની માટે ખાસ ઉપયોગી થશે. આ વ્યક્તિએ ખાલી કોલ્ડડ્રિંકની બોટલ, થોડી લાંબી દોરી અને પાઇપની મદદથી એક એવું સાધન બનાવ્યું જેનાથી ઊંચા ઝાડ પર લાગેલ ફળને બહુ સરળતાથી અને સેફ રીતે તોડી શકશે.

આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક યુવાન દ્વારા બનાવવામાં આવેલ આ સાધનથી એક વડીલ ઊંચા ઝાડ પરથી સરળતાથી ફળ તોડી શકે છે. તમને જણાવી દઈએ કે આ અનોખા જુગાડનો વિડીયો સોશિયલ મીડિયા પર હમણાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જુઓ આ વિડીયો.

આ વિડીયોમાં એક યુવાન એક ખાલી કોલ્ડડ્રિંકની બોટલ, દોરી, લાંબી પાઇપની મદદથી એક સાધન બનાવે છે. જેની મદદથી ઊંચા ઝાડ પર લાગેલ ફળને બહુ સરળતાથી તોડી શકાય છે. અઆ જુગાડટી ફળ તોડવા પર કોઈપણ પ્રકારની હેરાનગતિ થતી નથી. ફળ એ બહુ સરળતાથી પાઇપને ફળ પાસે લઈ જઈ જાણે હાથથી તોડતા હોય એમ ફળ પકડીને ખેંચી લેવાથી તોડી શકાય છે.

સોશિયલ મીડિયા પર આ વિડીયો @Archie.Col.Veteran.IA નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો આપણાં ગુજરાતના કેરીની ખેતી કરતાં ખેડૂત ભાઈઓ માટે બહુ ખાસ ઉપયોગી થશે. તમે પણ આવો કોઈ જુગાડ વિડીયો જોયો હોય કે તમે પોતે કાઇ બનાવ્યું હોય તો અમને કોમેન્ટમાં જણાવજો. આવી જ અવનવી માહિતી વાંચવા અને જાણવા માટે જોડાયેલ રહો અમારી સાથે.

error: Content is protected !!
Exit mobile version