ઈલાયચી નાનખટાઈ – હવે નાનખટાઈ બહારથી નહિ લાવવી પડે, એકવાર બનાવશો તો બધાને ખુબ પસંદ આવશે.
ઈલાયચી નાનખટાઈ
પહેલાના સમયમાં નાનખટાઇ માત્ર બેકરીમાં જ બનતી હતી. હવે નાનખટાઇ ઘરમાં રહેલા ઓવન કે કડાઈમાં પણ બને છે. બેકરી આઇટમ્સમાં સૌથી વધારે પોપ્યુલર ટેસ્ટ નાનખટાઇનો છે. મેંદો, બેસન અને સોજીનુ મિશ્રણ નાનખટાઇને એકદમ ક્રીસ્પી ટેક્ષ્ચર આપે છે. જે મોમાં મૂકતાંજ મેલ્ટ થતી લાગે છે. ઉપરાંત તેમાં ઘી કે ક્લેરિફાઇડ બટર સાથે એલચી, સેફ્રોન જેવા રીચ ટેસ્ટ ઉમેરીને સાથે સુગર અને પિસ્તા, બદામ, કાજુ વગેરે જેવા નટ્સ ઉમેરીને રીચ ટેસ્ટ આપવામાં આવતો હોય છે.
જેથી નાનખટાઇ માઉથ વોટરીંગ ટેસ્ટ આપે છે અને ફેસ્ટીવલ માટે પણ સ્યુટેબલ બનાવે છે. થોડું સોલ્ટ ઉમેરીને બનાવવામાં આવતી નાનખટાઇમાં તેનો ટેસ્ટ એનહાન્સ કરે છે. આજે હું અહીં એલચી સાથે બદામ-પિસ્તાના ટેસ્ટની ખૂબજ ટેસ્ટી, માઉથ વોટરિંગ અને ક્રીસ્પી તેમજ મોમાં મૂકવાની સાથે મેલ્ટ થવા લાગે તેવી કાર્ડમોમ નાનખટાઇની રેસિપિ આપી રહી છું. જે બધાને ખૂબજ ભાવશે.
ઈલાયચી નાનખટાઇ બનાવવાની સામગ્રી:
- 1કપ મેંદો ( 128 ગ્રામ્સ )
- ½ કપ બેસન – ગ્રામ ફ્લોર (60 ગ્રામ્સ)
- 2 ટેબલ સ્પુન સોજી –સેમોલિના
- ½ ટેબલ સ્પુન બેકિંગ પાવડર
- 1 કપ સુગર પાવડર – (125 ગ્રામ્સ)
- ¼ ટી સ્પુન સોલ્ટ
- 6 ટેબલ સ્પુન ઘી
- ½ ટી સ્પુન એલચી પાવડર
- 1 ટેબલ સ્પુન ડ્રાય ફ્રુટ – પિસ્તા અને બદામ ચોપ્ડ અથવા સ્લિવર્સ
ઈલાયચી નાનખટાઇ બનાવવા માટેની રીત :
એક બાઉલ લઇ તેના ઉપર એક ચાળણી મુકો. હવે તેમાં 1 કપ મેંદો, ½ કપ બેસન, 2 ટેબલ સ્પુન સુજી અને ½ ટી સ્પુન સોલ્ટ ઉમેરી બધુ મિક્ષ કરતા જઈ ચાળી લ્યો. હવે ફરીથી ચાળણી મિશ્રણના બાઉલ પર મૂકી તેમાં 1 કપ સુગર પાવડર – (125 ગ્રામ્સ) ઉમેરો અને ચાળી લ્યો.
ત્યારબાદ બાઉલમાં સ્પુન ફેરવતા જઈ બધું મિશ્રણ સુગર પાવડર સાથે બરાબર મિક્ષ કરી લ્યો. હવે તેમાં ½ ટી સ્પુન બેકીંગ પાવડર ઉમેરી ફરીથી મિક્ષ કરી લ્યો. સાથે તેમાં ½ ટી સ્પુન એલચી પાવડર ઉમેરો. મિક્ષ કરી લ્યો.
બધી સામગ્રી સરસથી એકરસ મિક્ષ થઈ લમ્સ વગરનું ટેક્ષ્ચર બનશે તો બનાવેલી નાનખટાઈનું સારું રિઝલ્ટ આવશે. ત્યારબાદ તેમાં પ્રથમ 3 ટેબલસ્પુન રુમ ટેમ્પરેચર પર હોય તેવું ઘી ઉમેરી મિક્ષ કરી લ્યો. અને ત્યારબાદ બાકીનું 3 ટેબલસ્પુન જામેલું ઘી બરાબર ભરીને ઉમેરો. મિક્ષ કરો.
હાથેથી બરાબર મસળીને કણેક બનાવી લ્યો. જેથી હાથની ગરમીથી જામેલું ઘી ઓગળતું જશે અને નાનખટાઇ માટેની સરસ સોફ્ટ કણેક બંધાઈ જશે. (તેમાં મિલ્ક ઉમેરવાનું નથી). હવે આ બાંધેલી કણેકને 15-20 મિનિટ રેસ્ટ આપો. હવે આ કણેકમાંથી મિડિયમ સાઈઝનાં બોલ્સ બનાવો.
(જામેલા ઘીનો ઉપયોગ કર્યો હોવાથી ફ્રીઝમાં સેટ થવા માટે મૂકવાની જરુર નથી). હથેળીમાં ફેરવતા જઈ બોલ બનાવો. જરા પ્રેસ કરી થોડો ચપટો શેઈપ આપો. આ પ્રમાણે બધી નાનખટાઇને શેઈપ આપીને બેક કરવા માટે તૈયાર કરી લ્યો. હવે તેમાં સેંટરમાં અંગળી વડે જરા પ્રેસ કરી લ્યો.
તેમાં પિસ્તા અને બદામના 3-4 સ્લિવર્સ મૂકો. ઓવનમાં બેક કરવા માટે બેકીંગ ટ્રેમાં બટર પેપર મૂકો. બટર પેપરમાં તૈયાર કરેલી બધી નાનખટાઇ બે વચ્ચે થોડી થોડી જગ્યા રાખીને ગોઠવી દ્યો.
હવે ઓવનમાં બેક કરવા માટે ઓવનને 17૦* સેંટીગ્રેડ પર 10 મિનિટ પ્રીહીટ કરો. ત્યારબાદ ઓવનને 17૦* સેંટીગ્રેડ પર 20 મિનિટ માટે સેટ કરો. તેમાં નાનખટાઈવાળી બેકીંગ ટ્રે બેક કરવા મૂકી ઓવન ચાલુ કરો. 20 મિનિટ પછી બેક થયેલી નાનખટાઇ સરસથી ફુલીને તેના પર ક્રેક થયેલી દેખાશે.
હવે ઓવનમાંથી કાઢી લ્યો. 10 મિનિટ ઠંડી થવા દ્યો. સરસ ક્રીસ્પી ઈલાયચી નાનખટાઈ રેડી છે.