બરફ ગોળાની પકોડી / પાણીપુરી તમે જોઈ છે ક્યારેય?
સોશિયલ મીડીયામાં ક્યારે કોણ અને કેવીરીતે ફેમસ એટલે કે વાઇરલ થઈ જાય એ કોઈ જાણી શકતું નથી કે કોઈ કહી શકતું નથી. સોશિયલ મીડિયાનું લોકોને ઘણું ઘેલું લાગ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કાઇ પણ કરતાં હોય છે. ઘણાના વિડીયો તમે જોયા હશે જેમાં ઘણા અવનવા ડાન્સ કરતાં હોય છે તો ઘણા લોકો ફેમસ થવા માટે ગમે તેવી ચેલેન્જ એકબીજાને આપતા હોય છે.
ઘણીવાર લોકો કોઈ ફેમસ કે વાઇરલ થઈ રહેલ કોઈ ગીત કે ટ્રેક પર એવું એવું કરતાં હોય છે કે જે ઘણીવાર આપણે વિચારી પણ શકીએ નહીં. આ બધા વિડીયો તો સમજ્યા પણ આ વ્લોગ બનાવવાવાળા આજકાલ એવા એવા વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે કે તે જોઈને આપણને ઘણી વાર સારું લાગે તો ઘણીવાર આપણને ચીતરી પણ ચઢતી હોય છે.
હમણાં ખાણીપીણીના ખૂબ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હોય છે. આજકાલ લોકોનું જીવન બદલાઈ રહ્યું છે. લોકોને સારું સારું તો ખાવું જ હોય છે પણ સાથે કાઈક નવીન પણ કરવું હોય છે. હવે થોડા સમય પહેલા ઓરિયો બિસ્કિટના ભજીયાને જ લઈ લો. એક વિડીયો શું વાઇરલ થયો લોકો તૂટી પડ્યા વખાણવા અને વખોડવા. આજે પણ એક એવા જ ફૂડ વિડીયો વિષે અમે તમને જણાવી રહ્યા છે. તમને જાણીને ખૂબ નવાઈ લાગશે અને કદાચ ગુસ્સો પણ આવશે કે શું ખરેખર આવું કોઈ કરી શકે? કોઈ પાણીપુરી સાથે આવું કેવીરીતે કરી શકે.
પાણીપુરી એટલે કે પકોડીના ચાહકો માટે આજે અમે આ ખાસ વિડીયો લાવ્યા છે એ પહેલા જણાવી દઉં કે વાંચીને તમે પ્લીઝ આ આર્ટીકલ પર એંગ્રી એટલે કે ગુસ્સાવાળું લાઇક ના આપતા તમારે કે કહેવું હોય એ તમે કોમેન્ટમાં કહી શકો છો. હા તો ક્યાં હતા આપણે હા, પાણીપુરીના ચાહકોને આ વિડીયો જોઈને ખૂબ દુખ થશે. વાત જ એવી છે.
તમે ઘણીબધી પાણીપુરી ખાધી હશે અને જોઈ હશે. ઘણીવાર ચણા બટેકાના મસાલાની ખાધી હશે, ઘણીવાર રગડાવાળી ખાધી હશે અરે ઘણીવાર તો આપણાં જૈન મિત્રો અને એવા મિત્રો કે જેઓ ડુંગળી લસણ કે બટાકા નથી ખાતા હોતા તેઓ એ ફણગાવેલ મગ કે પછી એકલા ચણાવાળી પણ પાણીપુરી ખાધી હશે પણ શું તમે ક્યારેય બરફ પાણીપુરી ખાધી છે? ખાધી છોડો લગભગ તમે સાંભળ્યું પણ નહીં હોય પણ આ વિડીયો જોઈને તમને વિશ્વાસ થઈ જશે કે ખરેખર આ દુનિયામાં કશું જ અશક્ય નથી એ વાત ખરેખર સાચી છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે દિમાગનું દહી કરી નાખવા માટે જુઓ વિડીયો મને તો ખૂબ ગુસ્સો આવ્યો છે તમને પણ આવશે પણ મે આગળ કહ્યું તેમ એંગ્રી બટન ના આપતા પ્લીઝ.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક લારી છે અને તેમાં એક વ્યક્તિ બરફના ટુકડા કરી રહ્યો છે. પછી એ બરફનો ભૂકો કરીને આ ભૂકો પછી પકોડીમાં ભારે છે અને આ પછી આટલું ઓછું હોય તો વળી પાછો એ ભાઈ (અહિયાં મે મનમાં ખૂબ ગાળો આપી છે એ સમજી જજો.) બરફના ભૂકા ભરેલી પકોડીમાં બરફ ગોળાનો કલર નાખતો દેખાય છે. અરે યાર આ કોઈ કેવીરીતે ખાઈ શકે? આ વિડીયો એક યુવતીએ રિમિક્સ કર્યો હોય એવું લાગે છે તેમાં આ યુવતી કહેતી સંભળાય છે કે, ‘તેને ખબર છે કે ગરમી વધી ગઈ છે પણ તેનો એ અર્થ તો નથી ને કે તમે પાણીપુરી અને બરફના ગોળાના લગન કરાવી દઈએ.’
જો કે યુવતીની વાત સાચી પણ છે. આ રીતે આમ પાણીપુરી સાથે થયેલ અન્યાય નહીં જોઈ લેવાય બધાને હાથ જોડું છું જે વસ્તુ જેમ છે તેમ રહેવા દો. અમે પહેલા પણ મેગીને ફેન્ટામાં બેનેલી જોઈને ઘાયલ થયા છીએ તો હવે મહેરબાની કરીને આવો કોઈપણ નવો અખતરો કરીને અત્યાચાર કરશો નહીં.
મિત્રો તમે પણ આવો કોઈ ફાલતુ અને બકવાસ બીજું તો શું વધારે કહેવું આવા કોઈ વિડીયો કે વસ્તુ જોઈ છે તો મને કોમેન્ટમાં જણાવજો. બાકી તમે પણ જો વિચારી રહ્યા છો આવું કશું કરવા માટે તો પ્લીસ ના કરશો. ચાલો આવી જ રસપ્રદ અને મજાની વાતો સાથે ફરી મળીશું. મારુ પેજ લાઇક કે ફોલો ના કર્યું હોય તો હમણાં જ કરી લેજો.