અખરોટ એનર્જીનું પાવરહાઉસ

અખરોટનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અખરોટ એક ડ્રાયફ્રુટ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ અખરોટને એનર્જીનું પાવરહાઉસ કહેવામાં આવે છે. અખરોટમાં વિટામિન ઇ, પ્રોટીન, ફાઈબર, ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, ફૉસ્ફરસ અને ફોલિક એસિડ જેવા ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બધા પોષકતત્વો શરીરની માટે ખૂબ ફાયદાકારક છે.

પણ શું તમને ખબર છે અખરોટને પલાળીને ખાવાથી બીજા ઘણા લાભ મળે છે. કાચા અખરોટની તુલનામાં પલાળેલા અખરોટ ખાવા એ વધારે ફાયદાકારક રહે છે. આને દરરોજ સવારમાં ખાલી પેટે ખાવા જોઈએ, આમ કરવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. આ સાથે જો ગર્ભવતી મહિલા આનું સેવન કરે તો તેમને ખૂબ ફાયદો થાય છે. ચાલો તમને જણાવીએ પલાળેલા અખરોટ ખાવાના ફાયદા.

1. ગર્ભવતી મહિલાઓ માટે પલાળેલા અખરોટનું સેવન કરવું એ ખૂબ ફાયદા કારક માનવામાં આવે છે. કેમકે અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ ગર્ભમાં રહેલ બાળકના મગજના વિકાસમાં મદદ કરે છે. ડૉક્ટરની સલાહ લઈને તમે યોગ્ય પ્રમાણમાં સેવન કરી શકો છો. તેનાથી તમને અને બાળકને ખૂબ ફાયદો થશે.

2. હાર્ટને હેલ્થી બનાવવા માટે પણ પલાળેલા અખરોટ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ ઓમેગા-3 ફેટી એસિડથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. આમ થવાથી હાર્ટ પર જલ્દી પ્રેશર આવતું નથી. હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે.

3. આજકાલની લાઇફસ્ટાઇલને લીધે પાચનમાં ખૂબ મુશ્કેલી આવતી હોય છે. લગભગ દર બીજો વ્યક્તિ પેટને લગતી કોઈને કોઈ બીમારીથી પીડાઈ રહ્યો હોય છે. તેમની માટે આ પલાળેલા અખરોટ ખૂબ ફાયદાકારક રહે છે. આ અખરોટમાં ફાઈબર સારા પ્રમાણમાં હોય છે જે પાચનને હેલ્થી બનાવવા મદદ કરે છે. આ સાથે તેનું સેવન દરરોજ કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.

error: Content is protected !!