Sunday, April 12, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

Interestingરસપ્રદ

લકવાગ્રસ્ત પિતાનું છલકાયું દુઃખ, દીકરો અને વહુ નથી આપતા જમવાનું અને એક રૂમમાં પૂરીને પછી..

એક પિતા પોતાના બાળકોની જવાબદારી બહુ સારી રીતે નિભાવતા હોય છે. તે પોતે ગમે એટલી તકલીફ સહન કરશે પણ બાળકોની દેખરેખ બહુ સારી રીતે કરે છે. પણ આજકાલના અમુક બાળકો પોતાના વૃદ્ધ માતા પિતાને ભાર સમજે છે. તેઓ વૃદ્ધઅવસ્થામાં માતા પિતાની સેવા નથી કરતા. હવે ઉત્તરપ્રદેશતેના ગાજિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન એરિયાનો આ કિસ્સો જ જોઈ લો. અહીંયા એક લકવાગ્રસ્ત વડીલએ જયારે દીકરા અને વહુ દ્વારા હેરાન હેરાનગતિ કરવા આવતી હતી એ કહાની સંભળાવી તો બધાની આંખમાં આંસુ આવી ગયા હતા.

વૃદ્ધનો આરોપ છે કે તેનો પુત્ર અને પુત્રવધૂ તેને ભોજન અને પાણી આપતા નથી. ઘણા દિવસો સુધી તેને રૂમમાં બંધ કરીને, તે તેને ભૂખ્યો અને તરસ્યો છોડી દે છે. વૃદ્ધા પેરાલિસીસથી પીડિત છે, પરંતુ હજુ પણ તેમના દવાની કોઈ વ્યવસ્થા કરી રહ્યું નથી. પુત્ર થોડા સમય પહેલા તેના વૃદ્ધ પિતાને તેની માસીના ઘરે મુકી ગયો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ત્રણ મહિના સુધી તેને મળવા પણ ન આવ્યો.

વૃદ્ધની ફરિયાદ છે કે ફક્ત તેનો દીકરો અને વહુ નહિ પણ દીકરાનો સાળો અને તેના મિત્ર પણ તેને છેલ્લા ઘણા સમયથી હેરાન કરી રહ્યા છે. જયારે હેરાનગતિની હદ પાર થઇ ગઈ ત્યારે વૃદ્ધ પોલીસ પાસે જાય છે અને ફરિયાદ નોંધાવે છે. પોલીસે આ વૃદ્ધની ઓળખાણ 71 વર્ષના હેરી ફર્નાન્ડિસ તરીકે આપે છે. તેઓ વેબ સીટીમાં રહે છે. તેમની પત્નીનું 22 વર્ષ પહેલા નિધન થઇ ગયું હતું.

71 વર્ષના વૃદ્ધની ફરિયાદ છે કે પુત્ર-પુત્રવધૂ, પુત્રનો સાળો અને તેના મિત્રોએ તેનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. તેઓ બધા દારૂ પીને હંગામો મચાવે છે. જ્યારે હું તેનો વિરોધ કરું છું, ત્યારે તેઓ મારી સાથે લડે છે. જાનથી મારી નાખવાની ધમકી આપે છે. મેં મારી બીમારીને લઈને સારી સારવાર માટે તેમને ઘણી વાર વિનંતી કરી, પરંતુ તેમણે મારી વાત પર ધ્યાન આપ્યું નહીં.

બીજી તરફ સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતા જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. એક યુઝરે કહ્યું કે “આવા પુત્રવધૂ અને પુત્રને જેલમાં મોકલવા જોઈએ.” જ્યારે બીજાએ કહ્યું, “કળિયુગ આવી ગયો છે. જે પિતાએ તેને બાળપણમાં આંગળી પકડીને શીખવ્યું હતું, આજે તે લકવાગ્રસ્ત છે અને સેવા નથી કરી રહ્યા. તમામ લોકોએ પોલીસ પાસે વૃદ્ધને ન્યાય મળે તેવી માંગ કરી છે. તે જ સમયે, કેટલાક લોકોએ એનજીઓ પાસેથી વૃદ્ધોને મદદ લેવાની વાત પણ કરી છે.

error: Content is protected !!