વાળમાં શેમ્પુ કર્યા પછી રાખશો આટલી વાતોની કાળજી.
હેર વોશ કર્યા પછી ફોલો કરો આ ટિપ્સ, વાળનો ગ્રોથ વધશે જોરદાર અને નહિં થાય ડેમેજ
આજના આ સમયમાં અનેક લોકો વાળની નાની-મોટી સમસ્યાથી પીડાતા હોય છે. દિવસે દિવસે વધતા પ્રદુષણની સૌથી માઠી અસર વાળ તેમજ સ્કિન પર થાય છે. જો તમે વાળની યોગ્ય રીતે કેર નથી કરતા તો તે ડેમેજ થવા લાગે છે અને તમે આ સમસ્યાને લઇને સ્ટ્રેસમાં આવી જાવો છો. આ માટે જરૂરી છે કે, યોગ્ય સમયે વાળની કાળજી લેવી.
જો તમે તમારા વાળની પ્રોપર રીતે કેર કરવા ઇચ્છો છો તો હેર વોશ કર્યા પછી તમારે અનેક બાબતોનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. જો તમે હેર વોશ કર્યા પછી સંપૂર્ણ રીતે આ ટિપ્સ ફોલો કરશો તો તમને તેનાથી વાળમાં અનેક ઘણો ફાયદો થશે અને સાથે-સાથે તમારા વાળ ચમકીલા તેમજ લોન્ગ પણ થશે. તો જાણી લો તમે પણ હેર વોશ કર્યા પછી શું રાખવુ જોઇએ તમારે ખાસ ધ્યાન.
હેર વોશ કર્યા પછી વાળને ટુવાલથી સુકવો
દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ત્રણ વાર હેર વોશ કરવા જોઇએ. આમ, જ્યારે તમે હેર વોશ કરો ત્યારે સૌ પ્રથમ એક વાત એ ધ્યાનમાં રાખો કે, હેર વોશ કરવા માટે માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. આમ, હેર વોશ કરી લીધા પછી તમારા વાળને ટુવાલથી પહેલા સુકવી લો અને પછી એ જ ટુવાલને થોડો હુંફાળા પાણીમાં પલાળી લો અને તેને નીચોવી લો.
હવે આ ટુવાલને તમારા હેરમાં લપેટી દો. જો તમારા હેર લોન્ગ હોય તો ટુવાલ થોડો મોટો લેવો જેથી કરીને તમારા બધા વાળ કવર થઇ જાય. લપેટીને રાખેલા ટુવાલને તમે અડધો કલાક સુધી બાંધી રાખો અને પછી છોડી દો. આ પ્રોસેસ કરવાથી વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે જેથી કરીને તમારા હેર સિલ્કી અને લાંબા થાય છે.
વાળ કોરા કર્યા બાદ ગૂંચ કાઢો
ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ ભીના હેર હોય ત્યારે જ વાળમાંથી ગૂંચ કાઢવા લાગે છે. તમને જણાવી દઇએ કે, જો તમે ભીના વાળમાંથી ગૂંચ કાઢો છો ત્યારે તમારા હેર તૂટવાના ચાન્સિસ વધી જાય છે. આ સાથે જ ભીના વાળમાંથી ગૂંચ કાઢવામાં આવે તો તે ડેમેજ થવા લાગે છે અને વધતા વાળને અટકાવી દે છે. આ માટે જરૂરી છે કે, જ્યારે તમારા હેર કોરા થાય પછી જ વાળમાંથી ગૂંચ કાઢો જેથી કરીને ડેમેજ થતા હેરને સરળતાથી અટકાવી શકાય.
તેલ માલિશ કરો
જ્યારે તમે હેર વોશ કરો તેના ચાર-પાંચ કલાક પછી વાળમાં તેલ માલિશ જરૂરથી કરો. આ માટે જો તમે હુંફાળુ દિવેલ નાખો છો તો તે તમારા માટે એકદમ બેસ્ટ છે. તેલ માલિશ કરવાથી વાળને પોષણ મળે છે જે તમારા વાળને સ્ટ્રોગ બનાવવાનુ કામ કરે છે. આ સાથે જ વાળનો ગ્રોથ વધારવામાં પણ મદદ કરે છે.
હેર ડ્રાયરનો ઉપયોગ ટાળો
ઘણા લોકો હેર વોશ કર્યા પછી વાળને સુકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરતા હોય છે. જો તમને પણ હેર ડ્રાયરથી વાળને કોરા કરવાની આદત છે તો તમારે જલદી જ આ આદતને બદલી નાખવી જોઇએ કારણકે હેર ડ્રાયરથી વાળને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ તે તમારા હેરને ડેમેજ જલદી કરી દે છે.