હેર એક્સપર્ટ શાહનાઝ હુસૈનની આ ટિપ્સ તમારા વાળને રાખશે હેલ્થી અને મુલાયમ.

ઘણા લોકો આજની ફાસ્ટ લાઈફમાં વાળ ખરાબ થવાની સમસ્યાથી હેરાન થતાં હોય છે. જો સમય રહેતા આ સમસ્યાનું સમાધાન કરવામાં નથી આવતું તો લાંબા સમય પછી અનેક ઉપાય કરવા છતાં પણ તમે કશું જ કરી શકતા નથી. આજે અમે તમને ત્રણ એવી વસ્તુઓ વિષે જણાવી રહ્યા છે જેના ઉપયોગથી તમે તમારા વાળને લાંબા સમય સુધી કાળા, મુલાયમ અને હેલ્થી રાખી શકો છો.

વિનેગર : ડેમેજ વાળને હેલ્થી બનાવવા માટે તમારે આ ઉપાય કરવો જોઈએ. આનાથી વાળ ખરવાની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે.

સામગ્રી

  • 2 ચમચી એપલ સાઇડર વિનેગર
  • 1 નાની ચમચી શુધ્ધ બદામનું તેલ
  • 1. સૌથી પહેલા એક વાટકીમાં વિનેગર અને તેલ સારી રીતે મિક્સ કરી લો.
  • 2. હવે તેને વાળમાં લગાવીને હળવા હાથે મસાજ કરો.
  • 3. એક શાવર કેપ પહેરીને તેને 30-60 મિનિટ માટે મૂકી દો.
  • 4. આ પછી માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આ ઉપાયથી અમુક દિવસમાં જ તમારા વાળમાં ફરક દેખાશે.

નારિયળનું દૂધ : નારિયળ દૂધમાં રહેલ ફેટી એસિડ તમારા વાળને મોઈશ્ચરાઇઝ કરે છે. આ તમારા વાળને ખરવાની સમસ્યાથી બચાવી શકશે છે. તેનાથી તમારા વાળની હેલ્થ ખૂબ સારું રહેશે.

સામગ્રી

  • 1 કપ નાઇરયલનું દૂધ
  • 1/4 કપ મીઠા લીમડાના પાનનો પાવડર
  • 1. પહેલા મીઠા લીંબડાના પાનનો પાવડર બાનવી લો તમે બહારથી તૈયાર પણ ખરીદી શકો છો.
  • 2. એક વાટકીમાં દૂધ અને પાવડરને સારી રીતે મિક્સ કરી લો અને તેને વાળમાં લગાવો.
  • 3. હવે આને વાળમાં ઓછામાં ઓછું એક કલાક રહેવા દો અને પછી તમારા વાળને નોર્મલ રીતે ધોઈ લો.

તલનું તેલ : સફેદ, ડ્રાય, ડેન્ડ્રફ, વાળ ખરવા અને પાતળા વાળ માટે તલનું તેલ સારું રહેશે. આ વાળને મજબૂત કરવા અને ચમકદાર બનાવવામાં મદદ કરશે.

સામગ્રી

  • 1/2 કપ તલનું તેલ
  • કોટન બોલ
  • 1. શુધ્ધ તલનું તેલ પહેલા થોડું ગરમ કરો. આ પછી તેને હુંફાળું થવા દેવું.
  • 2. હવે એક કોટન બોલને તેમાં ડૂબાડી માથામાં ચામડી પર લગાવો, પછી હળવા હાથે મસાજ કરો.
  • 3. આખી રાત આને રહેવા દેવું આ પછી સવારે લીંબુ કટ કરો અને તેને માથામાં ચામડી પર લગાવો. 30 મિનિટ પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો.
  • 4. થોડા જ દિવસમાં તમારા વાળની મોટાભાગની સમસ્યા ઓછી થઈ જશે.
error: Content is protected !!