હજી પણ સંતરા પસંદ નથી? તો આ ફાયદા જાણો અને આજથી જ સેવન શરૂ કરો.
ફળોને ખાવાથી ઘણા પ્રકારના રોકો સામે લડવાની શક્તિ મળે છે. તેમાં પણ સંતરાને ખાવામાં આવે તો તે શરૂર માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંતરાને રોજિદા જીવનમાં ખાવાથી તમને વિટામીન સી ઘણું મળી રહે છે. સંતરામાં એમિનો એસિડ, વિટામીન એ, કેલ્શિયમ, આયોડીન, સોડિયમ ફોસ્ફરસ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં છે. શરીરની સાથે સુંદરતા વધારવામાં પણ સંતારનું સેવન ઘણું ગુણકારી છે.
તેમજ ગર્ભવતી મહિલાઓ માટે સંતરા બહુ જ લાભકારી છે. ગર્ભાવસ્થામાં મહિલાઓને ઘણીવાર ખાટી વસ્તુઓ ખાવાનું મન થાય છે. તે સમયે ગર્ભવતી મહિલા સંતરાનું સેવન કરી શકે છે. વિટામીન સીથી ભરપૂર સંતરાને એક સારો વિકલ્પ માનવામાં આવે છે. સંતરા તમારી જીભને સાફ કરવાની સાથે ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ ફાયદો પહોંચાડે છે. તેમજ સંતરાનું સેવન કરવાથી અનેક ફાયદા પણ થાય છે.
સંતરા છે ફાયદાકારક –
બાળકના મગજને સ્વસ્થ બનાવે-
મોટાભાગના ડોક્ટર ગર્ભવતી મહિલાને સંતરાનું સેવન કરવાની સલાહ આપે છે. ગર્ભવતી મહિલાના શરીરમાં રોજના ઓછામાં ઓછા 80થી 85 મિગ્રા વિટામીન સી પહોંચવું જોઈએ. તેનાથી બાળકનું મગજ સ્વસ્થ બને છે. તેમજ પાણીનું પ્રમાણ પણ જાળવી રાખે છે. ગર્ભાવસ્થામાં શરીરમાં પાણીની અછત થવી સામાન્ય બાબત છે. પરંતુ સંતરાનું રોજ સેવન કરવાથી પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. આ સાથે જ સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ પણ જળવાઈ રહે છે.
તણાવને દૂર રાખે છે-
ગર્ભાવસ્થામાં મહિલાઓ ઘણીવાર તણાવ અને દુઃખ અનુભવે છે. તેનું કારણ હાર્મોન્સમાં ફેરફાર હોય છે. તેની સીધી અસર ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર પડે છે. સંતરામાં પોટેશિયમનું જરૂરી પ્રમાણ હોવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. આ કારણે તણાવની આશંકા ઓછી થઈ જાય છે. તેમજ તે લોહી બનાવવા માટે પણ બહુ ઉપયોગી છે. સંતરામાં પૂરતા પ્રમાણમાં ફોલેટ હોય છે. ગર્ભાવસ્થામાં લોહની ઉણપ ઘણીવાર જોવા મળે છે. એવામાં બ્લડ સેલ્સના નિર્માણ માટે ફોલેટની જરૂરિયાત હોય છે, જે સંતરાથી પુરી થાય છે. સંતરામાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોવાના કારણે માતા અને બાળક બંનેનું ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે. ગર્ભવતી મહિલાઓ આયર્નની ગોળી જો સંતરાના જ્યૂસ સાથે લેશે તો તેમના શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે.
તાવ –
તાવને દૂર કરવા માટે સંતરા ઘણા કામ આવે છે. તાવને દૂર કરવા માટે દરરોજ એક સંતરાનું સેવન કરવું તેનાથી તમને જલ્દી તાવમાં રાહત મળશે. સંતરાને ખાવાથી તાવને ઓછઓ પણ કરી શકાય છે. તમે તેનો જ્યુસ પણ પી શકો છો. એકદમ વધારે તાવમાં સંતરા તમને ઘણા મદદરૂપ બનશે.
મોંઢામાં ચાંદા પડી ગયા હોય ત્યારે-
જે લોકો કબજીયાતની મુશ્કેલીથી પરેશાન હોય તે લોકો માટે મોંમા છાલા પડવાની સમસ્યા સામાન્ય હોય છે. આ સમસ્યાના ઉપાય માટે લોકો ઘણા ઉપાયો અજમાવતા હોય છે. પરતુ તેમાનો એક સરળ ઉપાય છે કે સંતારનું સેવન કરો. સંતરામાં બેક્ટેરીયા સામે લડવાની શક્તિ હોવાથી તે મોંમા પડેલા ચાંદાની મુશ્કેલીમાં રાહત આપવાનું કામ કરે છે.
વજન –
વધારે વજનને લઈને દરેક લોકો હેરાન થતા હોય છે અને તેને ઓછું કરવા માટે જાત જાતના નુસખાઓ અજમાવતા હોય છે. તેવા સમયે સંતરા પણ ઘણાં મદદરૂપ નબે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો દરરોજ એક સંતરું ખાવું જઈએ અથવા તેનો જ્યુસ પણ પીવો જોઈએ. તેનું જ્યુસ પણ ઘણું ગુણકારી છે.
કેન્સર અને હાઈ બ્લ્ડ પ્રેશર –
કેન્સર જેવી બીમારીથી બચવા માટે સંતારનું સેવન ઘણું લાભકારી છે. એક રીસર્ચ પ્રમાણે સંતરા ખાવાથી સ્કીન અને ફેફસાંનું કેનસર થવાની શક્યાતાઓ ઘટી જાય છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે સંતરાનો ઉપયોગ ઘણો સેહતકારી માનવામાં આપે છે. સંતરામા આવેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોવાથી તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
આંખ-
આંખ માટે પણ સંતરા ઘણા સારા માનવામાં આવે છે. સંતરામાં વિટામીન એ ભરપૂર માત્રા હોય છે, જે આંખની રોશની માટે ઘણું સારું માનવામાં આવે છે અને તેને લીધે ખની સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.