ગુંદરની રાબ – સવારમાં એક બાઉલ ભરીને પી લેશો તો આખો દિવસ રહેશો એનર્જીથી ભરપૂર.
આજે આપણે બનાવીશું ગુંદરની રાબ. શિયાળામાં સવારે ખાવાથી ખૂબ લાભદાયી રહે છે.તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.
સામગ્રી (પરફેક્ટ માપ માટે વિડિઓ ખાસ જુઓ.)
- ઘી
- ઘઉંનો લોટ
- ગુંદર
- ગંઠોડા પાવડર
- સૂંઠ પાવડર
- ગોળ
- ગરમ પાણી
- બદામ, કોપરાની કતરણ
રીત-
1- સૌથી પહેલા આપણે એક તપેલીમાં દોઢ કપ પાણી લઈશું અને તેને ગરમ કરવા મૂકીશું.
2- હવે આપણે રાબ બનાવીશું. તો સૌથી પહેલા એક પેન મુકીશું. હવે એક ચમચી ઘી નાખીશું. અને એક ચમચી ઘઉંનો લોટ એડ કરીશું.
3- હવે તેને ધીમા તાપે શેકી લઈશું. જ્યાંસુધી ગોલ્ડન ના થાય ત્યાં સુધી. લોટ શેકાય એટલે તેની સુગંધ આવશે. જો લોટ કાચો રહેશે તો રાબ ચીકણી લાગશે. એટલે એ લોટ શેકવામાં ઉતાવળ કરવાની નથી.
4- તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ નો કલર બદલાઈ ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે એક ચમચી ગુંદર લેવાનો છે. અને ગુંદર સરસ ફૂલી જશે.
5- આપણો ગુંદર પણ લોટ જોડે શેકાય ગયો છે. હવે તેમાં ગરમ પાણી એડ કરીશું. હવે તેને થોડું ઉકળવા દઈશું.અને હવે તેમાં એક ચપટી ગંઠોડા પાવડર નાખીશું.
6- હવે અડધી નાની ચમચી સૂંઠ પાવડર નાખીશું.હવે તેમાં ગોળ નાખીશું.અને તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. ગોળ ઓગળે ત્યાં સુધી તેને ધીમા તાપે હલાવી લઈશું.
7- હવે તેમાં બદામ અને કોપરાની કતરણ ભભરાવીશું.
8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે શિયાળામાં પીવાની રાબ તૈયાર થઈ ગઈ છે. જો તમારે તેમાં ઈલાયચી પાવડર નાખવો હોય તો નાખી શકો છો.
9- હવે આપણી ગુંદર રાબ તૈયાર થઈ ગઈ છે તો તેને સર્વે કરીશું. તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તેને ગાર્નીશ કરીશું.
10- હવે આપણે બદામ અને કોપરાની કતરણ ભભરાવી લઈશું.તો તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી ગુંદર ની રાબ ગરમાગરમ તૈયાર થઈ ગઈ છે. તો તમે આ રીત થી ચોક્ક્સ થી બનાવજો.
વિડિઓ રેસિપી :