જામફળનું શાક – આ ચટપટું શાક આ સિઝનમાં તમને ખૂબ પસંદ આવશે.

જામફળની ખૂબ સારી સિઝન ચાલી રહી છે. ત્યારે તમે ઘણી વાર જામફળનું જામ, જામફળનું શરબત આ તો ખાધું પીધું જ હશે પણ આજે હું તમારા માટે લાવી છું જામફળનું શાક.

સૌથી પહેલા આપણે જોઈ લઈએ જામફળના શાક માટે જરૂરી સામગ્રી.

  • પાકા જામફળ
  • રેગ્યુલર મસાલા
  • તેલ
  • પાણી

સૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો.

જીરું તતડે એટલે તેમાં થોડી હિંગ ઉમેરીને પાકા સમારેલા જામફળ તેમાં ઉમેરો.

તેને તેલમાં થોડીવાર સાંતળવાના છે.

પછી તેમાં રેગ્યુલર મસાલા કરીશું. મસાલાનું પરફેક્ટ માપ જાણવા માટે એકવાર વિડીયો જરૂર જુઓ આમ કરવાથી તમે પરફેક્ટ શાક બનાવી શકશો.

જામફળનું શાક બનાવતા હમેશા જામફળ ચાખી લેવા જેથી જો તેમાં ખટાશ વધુ હોય તો તમે ખાંડ ઉમેરી શકો.

હવે આ બધુ બરાબર મિક્સ કરી લેવું. આ પછી તેમાં એક ચાના કપ જેટલું પાણી ઉમેરવું.

2 થી 3 મિનિટ પછી શાક એકદમ સરસ ચઢી ગયું હશે. તમે ચેક કરી શકશો. જેવીરીતે બટાકાના શાકમાં ચેક કરીએ એવી જ રીતે.

આ શાક હવે તૈયાર થઈ ગયું છે. તમે તેને રોટલી, ભાખરી કોઈપણ સાથે ખાઈ શકો છો.

તો મિત્રો જામફળ માર્કેટમાં સારા મળી રહ્યા છે તો આજે જ લાવો અને એકવાર જરૂર બનાવજો.

વિડીયો રેસીપી :

error: Content is protected !!