Sunday, April 12, 2026

જલારામ ફૂડ હબ – Jalaram Food Hub

દેશી વાનગીઓ શીખો સરળ અને પરફેક્ટ રીતે, સાથે જાણો અવનવી જાણવા જેવી વાતો અને માહિતી.

રસપ્રદવાસ્તુ Tips

પોપટ અને વાંદરા સાથે કરો આ ઉપાય, શનિદેવ થશે પ્રસન્ન અને દુખ થશે દૂર.

દુખ તો દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે. જો કે ઘણીવાર એક પછી એક દુખ આવ્યા જ કરતાં હોય છે. સુખ ક્યાંય જોવા મળતું જ નથી. જો તમારા જીવનમાં પણ ખૂબ મુશ્કેલીઓ છે તો અહિયાં હું કેટલાક ખાસ ઉપાય જણાવી રહી છું જે કરીને તમે તમારા દુખને દૂર કરી શકો છો. આની માટે તમારે શનિવારના દિવસે અમુક ખાસ ઉપાય કરવાના રહેશે અને શનિદેવને પ્રસન્ન કરવાના રહેશે.

શનિવારએ શનિદેવના મંદિર જવું અને અહિયાં સરસોના તેલનો દીવો અને એક કાળા તલના તેલનો દીવો કરવો. આમ કરવાથી તમને શનિદેવના આશીર્વાદ મળશે. દીવો કરવા પછી મંદિરમાં બેસીને જ શનિ ચાલીસાના પાઠ કરવા.

જો તમે કોઈ શનિવાર મંદિર નથી જઈ શકતા તો તમારા ઘરે જ શનિદેવની મૂર્તિ કે ફોટો સામે પણ આ ઉપાય કરી શકો છો. તેનાથી તમારા બધા દુખ દર્દ દૂર થઈ જશે. આ ઉપાય તમારે ઓછામાં ઓછા 7 શનિવાર સુધી કરવાનો છે.

નસીબ એવી વસ્તુ છે કે જો સારું હોય તો ભિખારી પણ રાજા બની જાય છે. બીજી તરફ દુર્ભાગ્ય થાય તો કરોડપતિ પણ રસ્તા પર આવી જાય છે. જો તમે તમારા ભાગ્યના સિતારા ચમકાવવા માંગતા હોવ તો શનિવારે કેટલાક ખાસ ઉપાય કરો. આ ઉપાયો કર્યા પછી તમારું અશુભ નસીબ પણ સૌભાગ્યમાં બદલાઈ જશે. શનિદેવ તમારા પર પોતાની કૃપા બનાવી રાખશે.

શનિવારના દિવસે વાંદરાને ગોળ અને ચણા ખવડાવો. તમે ઈચ્છો તો આ કામ મંગળવારના દિવસે પણ કરી શકો છો. મંગળવાર અને શનિવારએ જ શનિદેવની સાથે હનુમાનજીની પૂજા પણ કરવી જોઈએ. હનુમાનજી ખુશ થઈ જશે તો શનિદેવ પણ રાજી થઈ જશે. કેમ કે એકવાર હનુમાનજીએ શનિદેવને રાવણ પાસેથી આઝાદી અપાવી હતી.

આ સિવાય તમે શનિવારના દિવસે પીંજરા સહિત પોપટ પણ લાવી શકો છો. આ પછી પોપટને પીંજરામાંઠિ આઝાદ કરી દો. કહેવાય છે કે આ પોપટ જેટલો દૂર ઊડી જશે એટલું જ વધારે સારું નસીબ તમારું થશે. આ સાથે તમે શનિવારના દિવસે કાગડાને પાણી અને દાણા પણ આપી શકો છો તેનાથી તમારું ખરાબ નસીબ સુધરી શકે છે.

error: Content is protected !!