ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય તો પણ અટકયા વિના આવી રીતે જોવો YouTube Video
ઘણીવાર યુટ્યુબ પર વિડીયો જોતા સમયે વિડીયો ખુબ જ અટકી અટકીને ચાલે છે અને આવી રીતે વિડીયો જોવામાં કોઈ મજા પણ આવતી નથી. યુટ્યુબ એપ પોતાના યુઝર્સની આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને કેટલીક એવી સરળ ટ્રીક લાવ્યા છે જેની મદદથી આપ યુટ્યુબ પર વિડીયોને બફર થયા વિના વિડીયોની મજા માણી શકશો.
આ લેખમાં અમે આપને આવી જ એક ટ્રીક વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને અપનાવીને આપ યુટ્યુબ પર ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય તો પણ વિડીયોની મજા માણી શકશો. આપને વિડીયો જોવાનો સારો અનુભવ આપવા માટે, YouTube આપને વિડીયો સ્ટ્રીમની ક્વોલીટીમાં બદલાવ કરે છે. આ બદલાવ, આપને વિડીયો જોવાની સ્થિતિ મુજબ કરવામાં આવે છે.
-YouTube Video જોવો અટક્યા વિના.
Video જોવાની મજા થઈ હવે બે ગણી.
-સ્લો ઈન્ટરનેટમાં પણ લો YouTube Video ની મજા.
You Tube પર વિડીયો જોવા દરમિયાન જો આપને આ વાતની મુશ્કેલી આવી રહી છે કે, વિડીયો અટકી અટકીને ચાલે છે. જો એનું કારણ આપના ઈન્ટરનેટની સ્પીડ છે તો તેનો ઉપાય ખુબ જ સરળ છે. આ એક સિમ્પલ ટ્રીક અપનાવીને આપ You Tube પર અટક્યા વિના બફર કરેલ વિડીયોને જોઈ શકશો.
ઉદાહરણ તરીકે, આપ Chrome કે પછી Firefox બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો.
પોતાના વિડીયોની ક્વોલીટીને બદલો.
આપને વિડીયો જોવાના સારો અનુભવ આપવા માટે, You Tube આપને વિડીયો સ્ટ્રીમની ક્વોલીટીમાં ફેરફાર કરવાનો છે. આ ફેરફાર આપના વિડીયો જોવાની સ્થિતિઓ મુજબ કરવામાં આવે છે. એટલા માટે કોઈ વિડીયો જોવા દરમિયાન આપને એની ક્વોલીટીમાં જે પણ ફેરફાર થતા જોવા મળે છે તે ફેરફાર ખરેખરમાં આ સ્થિતિઓના કારણથી જ થઈ જતા હોય છે.