ફેંગશુઈ પ્રમાણે આમાંથી કોઈપણ એક વસ્તુ રાખો ઘરમાં, સુખ સમૃધ્ધિ વધશે.
જે રીતે ભારતીય વાસ્તુ શાસ્ત્રથી ઘરમાં સુખ સમૃધ્ધિ અને સકારાત્મકતા લાવી શકાય છે એ જ રીતે ફેંગસૂઈ ચીનનું વાસ્તુ શાસ્ત્ર છે. તેમાં પોઝિટિવ એનર્જી વધારવા માટે કેટલીક પવિત્ર વસ્તુઓ વિષે માહિતી આપી છે. આ વસ્તુઓ તમે ઘરની સજાવટ માટે પણ રાખી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે એવી કઈ વસ્તુ છે જે તમારે ઘરમાં રાખવી જોઈએ.
માછલીઘર : માછલી એ સૌભાગ્ય વૃધ્ધિ નું પ્રતિક હોય છે. ઘરમાં માછલીઘર હોય છે તો તેનાથી સુખ સમૃદ્ધિ આવે છે. ઘરના મુખ્ય રૂમમાં એક નાનું માછલીઘર બનાવો આમાં 8 ગોલ્ડન માછલી અને 1 કાળી માછલી હોવી જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી સૌભાગ્ય વધે છે અને સફળતાના રસ્તા ખૂલે છે.
લાફિંગ બુઢ્ઢા : ફેંગશુઈમાં લાફિંગ બુઢ્ઢાને ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમની સ્માઇલથી જ ઘરમાં ખુશીઓનું આગમન થશે. આ લાફિંગ બુઢ્ઢા અલગ અલગ સ્વરૂપમાં મળે છે અને તે એ જ પ્રમાણે ફળ અપએ છે. ઓફિસ, મકાન માં તમે લાફિંગ બુધ્ધ સ્થાપિત કરી શકો છો. જો તમારે ઘરમાં લાફિંગ બુઢ્ઢા રાખવા છે તો તેને મુખ્ય રૂમમાં સામેની બાજુ રાખો જેથી ઘરમાં પ્રવેશ લઈએ એટલે સૌથી પહેલા નજર તેની પર પડવી જોઈએ.
કોઈન : ઘરમાં પૈસા સંબંધિત મુશ્કેલીઓ દૂર કરવા માટે ફેંગશુઈના સિક્કા ખૂબ શુભ માનવામાં આવે છે. આ સિક્કાને દરવાજાના હેન્ડલ પર લટકાવી દેવ જોઈએ. આઆમ કરવાથી ધન સંપત્તિ અને સૌભાગ્યમાં વૃધ્ધિ થાય છે. ત્રણ સિક્કા લઈને લાલ રંગની દોરીમાં બાંધી તેને દરવાજે લગાવી દેવા. ધ્યાન રાખો આ સિક્કા હેન્ડલ અંદરની બાજુએ લગાડો.
બાંબુ ટ્રી : તમે ઘણી ઓફિસ કે દુકાનમાં આ ટ્રી જોયું હશે. તે જોવામાં ખૂબ સુંદર લાગે છે આ સાથે તે નેગેટિવ એનર્જીને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેનાથી કામમાં વૃધ્ધિ થાય છે અને કામમાં વૃધ્ધિ થાય છે. માનવામાં આવે છે તે જેટલું જલ્દી વધે છે એટલી જ જલ્દી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃધ્ધિ ભરપૂર રહે છે. તેને તમે ઓફિસ કે ઘરમાં ક્યાંય પણ મૂકી શકો છો. તેને તાપમાં મૂકવો નહીં.