હળદરના ધાર્મિક મહત્વ વિશે જાણો અને રોજ કરો તેનો ઉપયોગ
દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ થતો જ હોય છે. હળદરનો ઉપયોગ મસાલા તરીકે કરવાની સાથે ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. પરંતુ હળદર એવું દ્રવ્ય છે જેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં પણ થતો હોય છે.
હળદરમાં દૈવીય ગુણ રહેલા છે. આજે આપણે હળદરના ધાર્મિક મહત્વ વિશે જાણીએ. લગ્ન પહેલા યુવક અને યુવતીઓને હળદરની પીઠી કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની વાત કરીએ તો હળદર બૃહસ્પતિ ગ્રહ સંબંધિત છે. તેનો ઉપયોગ ગુરુ ગ્રહને મજબૂત કરે છે.
આજે અમે તમને હળદરના આવા જ કેટલાક ઉપાય જણાવી રહ્યા છે જેને અપનાવીને તમારા જીવનમાં તમે ઘણું પોઝિટિવ પરિવર્તન લાવી શકો છો.
સૌથી પહેલા તમને હળદરનો દિવાળીને લઈને એક ઉપાય જણાવી દઉં તો દિવાળીના દિવસોમાં જ્યારે પણ માતા લક્ષ્મીની પૂજા કરો તો તેમાં હળદરની એક ગાંઠ જરૂર લેજો.
- – પૂજા સમયે કાંડા અથવા ગરદન પર હળદરનો ચાંદલો કરવાથી બૃહસ્પતિ મજબૂત થાય છે.
- – હળદરનું દાન કરવાથી લાભ થાય છે. જે વ્યક્તિ વારંવાર બીમાર પડતી હોય તેમણે હળદરનું દાન કરવું જોઈએ.
- – પૂજા પછી માથા પર હળદરનું તિલક કરવું. વિવાહ સંબંધિત કાર્યોમાં સફળતા મળે છે.
- – ઘરની બહાર તરફની દીવાલની આસપાસ હળદરથી લાઈન બનાવવી. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરે.
- – નહાવાના પાણીમાં ચપટી હળદર રોજ ઉમેરવી. હળદરવાળા પાણીથી નહાવાથી શારીરિક અને માનસિક શુદ્ધતા આવે છે.
- – ખરાબ સપના આવતાં હોય તેણે હળદરની ગાંઠ પર નાડાછડી બાંધી અને ઓશીકા નીચે રાખવી જોઈએ.
- – દર ગુરુવારે ગણેશજીને હળદર ચઢાવવી. લગ્નજીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે.
- – લગ્ન થવામાં વિલંબ થતો હોય તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પ્રતિમા પર હળદર ચઢાવવી.
- – સૂર્યને અર્ધ્ય આપવાના પાણીમાં હળદર ઉમેરવાથી મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે.
આ સિવાય હળદરના બીજા ઘણા સ્વાસ્થ્યને લગતા ફાયદા છે જેમાં તે શરદી ઉધરસ માટે ખાસ વપરાય છે, જો તમે પણ બીજા કોઈ ઉપાય જાણો છો તો અમને કોમેન્ટમાં જણાવો.