જાદુઇ વનસ્પતિ સરગવો જો હજી પણ ઘરમાં બાળકો નથી ખાતા તો આજથી જ તેમને જબરજસ્તી ખવડાવો.
સરગવો આમ તો બધી જ ઋતુ માં મળી આવે છે પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેના બધા જ ભાગ ના અમૂલ્ય ઉપયોગો છે. આપણાં વડવાઓ તેનો ખરો ઉપયોગ કરતા તેથી તો અત્યારે પણ એ એટલા સ્વસ્થ છે તેનું એ જ કારણ છે. સરગવા ના સેવન થી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. આયુર્વેદ અનુસાર માનીએ તો 300 પ્રકારની બીમારી દૂર થાય છે. ચાલો આજે તેના દરેક ભાગ ના ઉપયોગ વિશે.
આજે હું તમને થોડી સરખામણી કરી બતાવું કે કેટલો તાકતવાન છે સરગવો.
- વિટામિન સી – સંતરા થી 7 ગણું વધારે
- વિટામિન એ – ગાજર થી 4 ગણું વધારે
- કેલ્શિયમ – દૂધ થી 4 ગણું વધારે
- પોટેશિયમ – કેળાં થી 3 ગણું વધારે
- પ્રોટીન – દહીં થી 4 ગણું વધારે
સરગવા ના પાંદડા ના ઔષધિય ગુણો
- સરગવા ના પાંદડા ની ભાજી બનાવીને ખાવાથી તેમાથી આપણાં શરીર ને કેલ્શિયમ અને વિટામિન – સી અને બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રા માં મળી રહે છે. તેથી સાંધાનો દુખાવા ને જડમૂળ થી મટાડે છે.
- શરદી હોય ત્યારે તેના પાંદડા ને ઉકાળી તેની વરાળ લેવાથી રાહત થાય છે. આ સરગવા ના પાંદડા નું રોજ સેવન કેવથી એનેમિયા દૂર થાય છે.
- સરગવા ના પાંદડા ને પીસી ને તેનો લેપ ચહેરા પર લગાવાથી ખીલ તથા કાળા ડાઘ દૂર થાય છે અને ચહેરા પર ચમક વધે છે.
સરગવા ના ફૂલ ના ફાયદાઓ
- સરગવા ના ફૂલ નું સૂપ બનાવીને પીવાથી અસ્થમા ,શરીર ના દુખાવા અને શરદી માં રાહત મળે છે. સરગવા ના ફૂલ નો ઉપયોગ મોટાપાયે સાંધાના દુખવાની ટ્યુબ ના ઉત્પાદન માં વપરાય છે.
- સરગવા ના ફૂલ ખાવાથી હાડકાં મજબૂત બને છે અને લોહીના શુધ્ધિકરણ ની પ્રક્રિયા ખૂબ સરસ રીતે થાય છે. ગર્ભવતી મહિલા માં કેલ્શિયમ નું સ્તર વધે છે.
- સરગવા ના ફૂલ નો જ્યુસ પીવાથી વજન માં ઘટાડો થાય છે. અને શરીર ને જરૂરી એવા પોષકતત્વો પણ મળી રહે છે. જેથી ડાયટિંગ માં કોઈ ચિંતા રહેતી નથી.
- સરગવા ની સિંગ ના ગુણીયલ ઉપચાર
- સરગવા ની સિંગ 80 પ્રકાર ના રોગ અને 72 પ્રકારના વાયુ ને દૂર કરે છે. સરગવા ની સિંગ નું રોજ સેવન કરવાથી સાઈટીકા નો દુખાવો દૂર થાય છે.
- સરગવા ની સિંગ નું શાક ખાવાથી બધી જ પ્રકાર ની પથરી દૂર થાય છે.
- સરગવા ની સિંગ નું ચૂર્ણ કિડની, લીવર, હદય, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેન્સર અને મોટાપા (જાડાપણું) જેવી બીમારી માં ફાયદો કરાવે છે.
સરગવા ની એક મજેદાર રેસીપી ખાસ બાળકો માટે
સરગવા ની સિંગ ને પાણી માં બાફી તેનો પલ્પ એક બાઉલ માં લઈ લો. ત્યારબાદ પરોઠાનો લોટ બાંધી લો. હવે પરોઠા ને વાણી લો ત્યારબાદ તેમાં આ સરગવા ની સિંગ નો પલ્પ પથરી દો.જેમ આલુ પરોઠા બનાવીએ તેવી જ રીતે થી વણી લેવું. હવે તેલ થી પરોઠાને શેકી લો. હવે બાળકો ને આ રીતે સરગવો ખવડાવી શકીએ.
આ પરોઠા ખાવાથી જે બાળક ને કૃમિ ની સમસ્યા હોય તે દૂર થાય છે.
નોંધ : જો પલ્પ માં મસાળ ઉમેરવા હોય તો ઉમેરી શકાય. પણ થોડું મીઠું નાખીને બાફીને લઈએ તો વધારે ફાયદો આપે છે.